સીએમ સાહેબ બદલો લેવો હોય તો મારી પાસે આવી જાવ, કરૂર નાસભાગમાં 41 લોકોના મોત પછી અભિનેતા વિજયનો પહેલો વીડિયો

મંગળવાર, 30 સપ્ટેમ્બર 2025 (16:06 IST)
તમિલનાડુના કરૂરમાં અભિનેતા વિજયની રેલીમાં 41 લોકોના મોત પછી વિજયે પહેલુ વીડિયો નિવેદન જાહેર કર્યુ છે અને કહ્યુ છે કે આ ઘટનાથી મારુ દિલ દર્દથી ભરાય  ગયુ છે. જાણો વધુ શુ કહ્યુ  ?

 
તમિલનાડુના કરૂરમાં પોતાની રાજનીતિક રેલીમાં મચેલી ભગદડમાં 41 લોકોના મોતના બે દિવસ પછી અભિનેતા વિજયે મંગળવારે સાંજે એક શોક સંદેશ રજુ કર્યો. તેમણે કહ્યુ, મે પોતાના જીવનમાં ક્યારેય આટલી દર્દનાક સ્થિતિનો સામનો કર્યો નથી.. હુ ખૂબ દુખી છુ.. બધે રાજનીતિને છોડીને અમે હંમેશા પોલીસ પાસે સુરક્ષિત સ્થાનની જ  અનુમતિ માંગીએ છીએ.  પણ જે નહોતુ થવુ જોઈએ એ થઈ ગયુ.. હુ જલ્દી જ પીડિતોને મળીશ.. હુ એ પરિરિવારના પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરુ છુ જે આ નુકશાનથી દુ:ખી છે.  મારી પાર્ટીના પદાધિકારીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે..  
 
વિજયે કહ્યુ, મુખ્યમંત્રી મહોદય, હુ તમને વિનંતી કરુ છુ કે મહેરબાની કરીને મારી પાર્ટીના પદાધિકારીઓને નુકશાન ન પહોચાડશો. તમે મારા ઘરે કે મારા કાર્યાલયમાં આવી શકો છો અને મારા વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી કરી શકો છો. પરંતુ તેમના વિરુદ્ધ નહી.. ટૂંક સમયમાં જ દરેક હકીકત સામે આવશે."
 
તેમણે આગળ કહ્યુ,  'હુ પણ માણસ છુ. જ્યારે આટલા બધા લોકો પ્રભાવિત થયા છે તો હુ તેમને છોડીને કેવી રીતે આવી શકુ છુ ? હુ એટલા માટે ન ગયો કારણ કે મે આ ખાતરી કરવા માંગુ છુ કે ફરી કોઈ અપ્રિય ઘટના ન બને.' 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર