ટીઆરપી ગેમ ઝોનની ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કૉંગ્રેસનું રાજકોટ બંધનું એલાન

મંગળવાર, 25 જૂન 2024 (10:12 IST)
ગયા મહિને રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે 27 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
 
ગુજરાત કૉંગ્રેસે મંગળવારે આ ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટે રાજકોટ બંધનું એલાન કર્યું છે.
 
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે પત્રકાર પરિષદ કરીને કહ્યું હતું, "મોરબીની ઘટના, તક્ષશિલા કાંડ, વડોદરા ના હરણીકાંડમાં આજ દિન સુધી લોકોને ન્યાય મળેલ નથી. રાજકોટમાં ગેમઝોનની ઘટનામાં પણ પરિવારોને ન્યાય મળશે કે કેમ તે શંકા છે. 25મી મેના દિવસે થયેલી આ ઘટનાને એક મહિનો થયો. માસિક પુણ્યતિથિએ રાજકોટ સ્વયંભૂ બંધ રહે તે માટે દુકાનદાર વેપારી એસોસિયેશન સંપૂર્ણપણે સાથ આપેલ છે."
 
કૉંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું, "સતત 26 દિવસથી રાજકોટના ખૂણે ખૂણે અમે લોકો ફરી રહ્યા છે પાનના ગલ્લે વેપારીઓને લોકોને મળ્યા છીએ ડોર ટુ ડોર 70 થી 80,000 લોકોનો સંપર્ક કર્યો છે સરકાર ભાજપના ભ્રષ્ટ નેતાઓની ધરપકડ કરવા માગતી નથી."
 
ટીઆરપી ગેમ ઝોન અગ્નિ કાનની ઘટનામાં જે 27 અપવૃત મૃત્યુ પામ્યા તેઓની આત્માને શાંતિ અને મુક્તિ અર્થે કોચિંગ ક્લાસીસ ઓનર્સ એસોસિએશન રાજકોટ દ્વારા સોમવારે રાત્રે જિલ્લા પંચાયત ચોક ખાતેથી કેન્ડલ માર્ચ યોજી હતી.
 
આ કેન્ડલ માર્ચ કોચિંગ ક્લાસીસ ઓનર્સ એસોસિએશન અને તેઓના 200 જેટલા વિદ્યાર્થીઓ રેસકોર્સ ખાતે જોડાયા હતા અને સદગુતોની આત્માને શાંતિ અર્થે પ્રાર્થના કરવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર