આ ખેલ મહોત્સવમાં સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમના ૩ ખેલાડીઓ દ્વારા ખુબ જ પ્રસંશનિય પ્રદર્શન કરી ૧૨ સુવર્ણ પદક મેળવી જિલ્લાનુ નામ રોશન કરવામાં આવ્યું હતું. જેમાં બે દિકરીઓ દ્રારા નવા રેકોર્ડ બનાવવામાં આવ્યા હતા. જેમાં નિરમા અસારીએ ૨૦૦ મીટર, લાંબો કુદકો, ત્રીપલ જંપમાં યુનિવર્સીટીના તમામ જુના રેકોર્ડ્સ તોડી ત્રણ સુવર્ણચંદ્રકો પોતાના નામે કર્યા હતા અને મહિલા ખેલાડીઓના ગ્રુપની ચેમ્પિયન બની હતી.
અન્ય દિકરી ઝાડા રીંકલ ૧૫૦૦, ૨૦૦૦, ૫૦૦૦ મીટર દોડમાં નવા રેકોર્ડ બનાવી ત્રણ સુવર્ણચંદ્રક મેળવી નવા રેકોર્ડ બનાવ્યા છે. આબીદ અલી મસી નામના ખેલાડીએ ૧૦૦,૨૦૦મીટર, ૪૧૦૦ રીલે અને ૪૪૦૦ રીલે દોડમાં સુવર્ણ પદક મેળવી યુનિવર્સિટીના જૂના રેકોર્ડ તોડી નવા સાત રેકોર્ડ બનાવ્યા હતા. આ ત્રણ ખેલાડીઓએ ૧૨ જેટલા મેડલ મેળવી સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ, જિલ્લાનું અને માતા-પિતાનું નામ રોશન કર્યું છે.