ભારતીય ટીમે રવિવારે એશિયન ચેમ્પિયંસ ટ્રોફી 2021મા પોતાની અંતિમ લીગ મેચમાં જાપાનને 6-0થી હરાવ્યુ. ટોક્યો ઓલિમ્પિકની બ્રોંઝ મેડલિસ્ટ ટીમે મનદીપ સિંહની કપ્તાનીમાં જોરદાર પ્રદર્શન કર્યુ. તેણે જાપાનના દરેક વિભાગને ડોમિનેટ કર્યુ. ખાસ કરીને ગોલકીપર સૂરજ કરકેરાએ ખૂબ જ સાવચેતેથી ઘણી તકો બચાવી અને જાપાનને એક પણ ગોલ બનાવવા ન દીધો.
પાસ્કિતાન વિરુદ્ધ બે ગોલ બનાવનારા હરમપ્રીત સિંહે અહી પણ સ્ટિક દ્વારા પોતાનો જાદુ વિખેર્યો અને બે ગોલ બનાવ્યા. દિલપ્રીત સિંહ, જરમનપ્રીત સિંહ, સુમિત અને શમશેરના નામે એક એક ગોલ રહ્યો. આ રીતે ભારતીય ટીમ ટોપ પર રહેતા લીગ ચરણ ખતમ કર્યુ.