ભારતે ક્રિકેટનો બદલો હોકીમાં લીધો - પાકિસ્તાનને એશિયન ચેમ્પિયંસ ટ્રોફીમાં 3-1થી હરાવ્યુ, હરમનપ્રીતે કર્યા બે ગોલ

શુક્રવાર, 17 ડિસેમ્બર 2021 (17:29 IST)
ભારતે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની હારનો બદલો લઈ લીધો છે. ટીમ ઈન્ડિયાએ બંને ટીમો વચ્ચે હોકીમાં રમાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ 3-1થી જીતી લીધી હતી. આ પહેલા 24 ઓક્ટોબરે પાકિસ્તાનની ટીમે T20 વર્લ્ડ કપમાં ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. વર્લ્ડ કપમાં પહેલીવાર પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને હરાવ્યું.
 
આજે ઢાકામાં રમાયેલ મુકાબલામાં ભારત માટે બે ગોલ બનાવનારા હરમપ્રીત સિંહ ને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા.  આ જીત સાથે ભારતના સાત અંક થઈ  ગયા છે. ટીમ ઈંડિયાનુ સેમીફાઈનલમાં પહોંચવુ લગભ પાકુ થઈ ગયુ છે. બીજી બાજુ પાકિસ્તાનની ટીમ પણ સેમીફાઈનલમાં પહોંચી શકે છે. કારણ કે આ ટુર્નામેંટમાં ફક્ત 5 ટીમો જ રમી રહી છે.  પાક ટીમના હાલ 1 અંક છે. 

Read more at: https://hindi.oneindia.com/news/india/google-year-in-search-of-2021-know-what-indian-people-most-search-652348.html?ref_medium=Desktop&ref_source=OI-HI&ref_campaign=Topic-Article&story=1
 
હરમનપ્રીની કમાલ 
 
મેચના પહેલા અને ચોથા ક્વાર્ટરમાં ભારત માટે હરમનપ્રીત સિંહે બે શાનદાર ગોલ કર્યા. આ ખેલાડીએ આખી મેચ  દરમિયાન શાનદાર રમત બતાવી હતી. સાથે જ પાકિસ્તાન માટે એકમાત્ર ગોલ જુનૈદ મંજૂરના ખાતામાં આવ્યો હતો. મેચમાં ભારત માટે બીજો ગોલ આકાશદીપ સિંહે કર્યો હતો. પ્રથમ ક્વાર્ટરમાં ભારત 1-0થી આગળ હતું. બીજા ક્વાર્ટરમાં પણ ભારતીય ટીમ ગોલ કરવા માટે સતત આક્રમણ કરી રહી હતી, પરંતુ પાકિસ્તાનના ડિફેન્સે 3 શાનદાર ડિફેન્સ કર્યા હતા
 
ભારત પહેલા ક્વાર્ટરમાં પણ બે ગોલ કરી શક્યું હોત, પરંતુ પાકિસ્તાનના ગોલકીપર અલી અમજદે બે શાનદાર બચાવ કર્યા હતા. આ ટૂર્નામેન્ટમાં ભારતનું ડેબ્યૂ ખાસ રહ્યું ન હતું. પ્રથમ મેચમાં કોરિયા સામેનો સ્કોર 2-2થી ડ્રો રહ્યો હતો, પરંતુ બીજી મેચમાં ભારતીય ટીમે ધમાકેદાર વાપસી કરીને બાંગ્લાદેશને 9-0થી હરાવ્યું હતું.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર