Chess World Cup: પ્રજ્ઞાનાનંદા અને કાર્લસન વચ્ચે આજે રમાશે બીજી જંગ

બુધવાર, 23 ઑગસ્ટ 2023 (13:12 IST)
ભારતીય ગ્રૈંડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદાએ અકરબેજાનના બાકૂમાં ચાલી રહેલ ચેસ વર્લ્ડ કપમાં પોતાનુ શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યુ છે. મંગળવારે ચેસ વર્લ્ડ કપ 2023ની ફાઈનલની પહેલી ક્લાસિકલ બાજીમાં દુનિયાના નંબર એક ખેલાડી મૈગ્નસ કાર્લસનને બરાબરી પર રોક્યો. ભારતના 18 વર્ષના ગ્રૈડમાસ્ટરે પોતાનાથી વધુ અનુભવી અને સારી રૈકિંગવાળા ખેલાડી વિરુદ્ધ પ્રભાવશાળી પ્રદર્શન કર્યુ અને સફેદ ગોટીથી રમતા વિરોધી ખેલાડીને 35 ચાલ પછી ડ્રો પર રોકી દીધો. 
 
આ પહેલા ભારતીય સ્ટાર પ્રજ્ઞાનાનંદાએ સેમીફાઈનલમાં દુનિયાના ત્રીજા નંબરના ખેલાડી ફાબિયાનો કરુઆનાને 3-5, 2-5 થી હરાવીને ઉલટફેર કરતા સ્થાન બનાવ્યુ હતુ. પ્રજ્ઞાનાનંદા મહાન ખેલાડી વિશ્વનાથન આનંદ પછી વિશ્વ કપ ફાઈનલમાં સ્થાન બનાવ્યુ હતુ. પ્રજ્ઞાનાનંદા મહાન ખેલાડી વિશ્વનાથન આનંદ પછી વિશ્વકપ ફાઈનલમાં સ્થાન બનાવનારા ફક્ત બીજા ભારતીય ખેલાડી છે. તે 2024માં થનારા કૈંડિડેટ્સ ટૂર્નામેંટ માટે પણ ક્વાલીફાય કરી ચુક્યા છે. 
 
કેવી છે હૈંડ ટૂ હેડ રેકોર્ડ ?
રમેશબાબૂ પ્રજ્ઞાનાનંદા અને મૈગનસ કાર્લસનની વચ્ચે આ પહેલા પણ દરેક વખતે કાંટાની ટક્કર જોવા મળી છે. હેડ ટૂ હેડ રેકોર્ડ મેકાર્લસન આગળ જરૂર્છે. પણ આ યુવા ભારતીયે પણ હાર નથી માની. બંને વચ્ચે અત્યાર સુધી કુલ 19 મુલાબલા રમાયા છે. જેમા તે કાર્લસને 8 અને પ્રજ્ઞાનાનંદાએ 5 મુકાબલા જીત્યા છે. જ્યારે કે 6 મુકાબલા બંને વચ્ચે ડ્રો થયા છે. આ વર્ષે જાન્યુઆરીમાં અંતિમ વાર ટાટા સ્ટીલ ચેસ ચેમ્પિયનશિપમાં બંને વચ્ચે મુકાબલો થયો હતો અને તે ડ્રો પર સમાપ્ત થયો હતો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર