મહેસાણાની તસમીનની ભારતીય બેડમિન્ટન ટીમમાં થઈ પસંદગી

મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (20:17 IST)
મહેસાણાની તસનીમ મીરની ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી થઈ છે. તસનીમ મીર ગુજરાતમાં પસંદગી પામનારી સૌ પ્રથમ બેડમિન્ટન્ખેલાડી છે.  ઉલ્લેખનીય છે કે તસનીમ મીર જાણીતી બેડમિંટન ખેલાડી સાઈના નેહવાલ સાથે ભારતઈય ટીમમાંથી રમશે. તે ડેન્માર્કમાં થોમસ એન્ડ ઉબેર કપમાં રમશે. 
 
મહેસાણાની તસનીમ મીર અંડર 19 સુધી બેડમિન્ટનમાં અત્યારસુધીમાં 22 વખત ચેમ્પિયન રહી ચૂકી છે. નેશનલ અને આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં 6 વખત ચેમ્પિયન રહેલી મહેસાણાની 16 વર્ષીય ખેલાડી તસનીમ મીરની તાજેતરમાં ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી કરાઈ છે. ઇન્ડિયન સિનિયર બેડમિન્ટન ટીમમાં નાની વયે પસંદગી પામનારી પ્રથમ ગુજરાતી ખેલાડી છે.
 
બેડમિન્ટન તસનીમ મીરના પિતા ઈરફાન મીરે જણાવ્યું હતું કે તસનીમ જ્યારે છ વર્ષની હતી ત્યારથી તેણે બેડમિન્ટન રમવાની શરૂઆત કરી હતી. ધીમે ધીમે અભ્યાસની સાથે સાથે તેણે રમવાનું શરૂ કર્યું હતું. જોકે હાલ તે ખૂબ ઊંચા શિખરે પહોંચી છે અને મારા માટે એ ગર્વની વાત છે. તસ્મીને પોતાના પિતા પાસેથી જ કોચિંગ લીધુ છે.  તસનીમને 3 વર્ષ માટે હૈદરાબાદ ગોપીચંદના ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવી હતી. બાદમાં તેણે આસામમાં પણ બે વર્ષ માટે ટ્રેનિંગ લીધી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર