શ્રાવણના ગુરુવારનું ખાસ મહત્વ- આ ઉપાય, આર્થિક તંગી દૂર કરશે ભોલેનાથ

ગુરુવાર, 4 ઑગસ્ટ 2022 (08:25 IST)
આ વખતે શ્રાવણ મહિનાનો પ્રથમ ગુરૂવાર તમારુ સૌભાગ્ય બનાવવામાં સક્ષમ છે. શ્રાવણના ગુરૂવારે જ ભોલેનાથે તાડકેશ્વરનુ રૂપ ધારણ કર્યુ હતુ અને - મહિષાસુરનો વધ કર્યો હતો. તેથી ગુરૂવારના દિવસે કેટલાક ઉપાય કરીને શિવ અને બૃહસ્પતિની કૃપા મેળવી શકાય છે.
 
શ્રાવણ મહિનામાં ગુરુવારે પૂજા કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો
ગુરુવારે સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુને ઘીનો દીવો કરો. તે પછી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો.
ગુરુવારે, શિવ મંદિરમાં જાઓ અને ભગવાન ભોલેનાથની પૂજા કરો. ગુરુવારે સાંજે કેળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો અને વૃક્ષની પૂજા કરો.
ગુરુવારની પૂજા પછી કેસર અને ચંદનનું તિલક લગાવો. જો કેસર ઉપલબ્ધ ન હોય તો હળદરનો ઉપયોગ કરી શકાય છે.
ગુરુવારના દિવસે ગુરુને લગતી પીળી વસ્તુઓ જેમ કે સોનું, હળદર, ચણાની દાળ વગેરેનું દાન કરવું જોઈએ.
ગુરુવારે તમારા માતા-પિતા અથવા વડીલોના આશીર્વાદ લેવા જોઈએ. આમ કરવાથી ભાગ્યનો વિજય થાય છે અને ધન સંપત્તિમાં વધારો થાય છે.
ગુરુવારે સાંજે ગરીબ બાળકોને કેળાનું દાન કરો, તેનાથી જીવનની સમસ્યાઓ અને આર્થિક સંકડામણ દૂર થાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર