ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે પોતાની ટીમની જાહેરાત કરી છે. સંગઠનની નવી ટીમમાં 7 ઉપાધ્યક્ષ, 5 મહાસચિવ અને 8 સચિવોની નિમણૂંક કરવામાં આવી છે. નવી ટીમમાં મોટાભાગે નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે જેમાં સુરતના જનકભાઇ બગદાણવાલાને ઉપાધ્યક્ષ અને રઘુભાઇ હુંબલને પ્રદેશ સચિવ પદ સોંપવામાં આવ્યું છે.
ગુજરાતમાં નગર પાલિક, મહાનગર પાલિક અને જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી પહેલાં ગુજરાત ભાજપને નવા સંગઠનની જાહેરાત કરી દીધી છે. નવી ટીમમાં ચાર જૂના મહાસચિવો મનસુખ માંડવિયા, કીર્તિ પટેલ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને ભરતસિંહ પરમારને દૂર કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ ભાર્ગવ ભટ્ટ, રજની પટેલ, પ્રદીપસિંહ વાઘેલા અને વિનોદ ચાવડાને મહાસચિવ બનાવવામાં આવ્યા છે.
ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા ગુરૂવારે જાહેર કરવામાં આવેલી નવી ટીમમાં ગોરઘન ઝડફીયા, જયંતિભાઇ કાવડિયા, મહેન્દ્ર સિંહ નંદાજી ઠાકોર, કૌશલ્યા કુંવરબા પરમાર, જનકભાઇ બગદાણાવાલા અને વર્ષાબેન દોશી સહિત સાતને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ભીખુભાઇ દલસાણિયા, ભાર્ગવભાઇ ભટ્ટ, રજની પટેલ, પ્રદીપસિંહ વાઘેલા અને વિનોદભાઇ ચાવડાને પ્રદેશ મહાસચિવ નિમવામાં આવ્યા છે. જ્યારે મહેશભાઇ કસવાલા, રઘુવાલ હુંબલ, પંકજભાઇ ચૌધરી, શીતલબેન સોની, ઝવેરીભાઇ ઠક્કર, નૌકાબેન પ્રજાપતિ, જહ્વાનીબેન વ્યાસ અને કૈલાશબેન પરમારને પ્રદેશ સચિવ બનાવવામાં આવ્યા છે. સુરેંદ્રભાઇ પટેલને પ્રદેશ કોષાધ્યક્ષ અને ધમેન્દ્રભાઇ શાહને પ્રદેશ સહ કોષાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે.