2000 રૂપિયા માટે જીવ જોખમમાં મૂકયો
કલાકાર ગૌરવ કુમારે જણાવ્યું કે લગભગ 2000 રૂપિયા માટે આ કલાકારો પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોના મનોરંજન માટે સ્ટેજ પ્રોગ્રામ કરે છે અને ઝેરી સાપ સાથે ફિલ્મી ગીત પર ડાન્સ કરે છે. કલાકાર ગૌરવ કુમારે જણાવ્યું કે તેઓ ઘણા વર્ષોથી આવા કાર્યક્રમો કરી રહ્યા છે. તેઓ અલગ-અલગ જિલ્લામાં જઈને સાપ સાથે રમે છે અને લોકોનું મનોરંજન કરે છે. ગૌરવે જણાવ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે તે નાગિન ગીતની ધૂન પર ડાન્સ કરી રહ્યો હતો.