Gujarati Proverb - ગુજરાતી કહેવતો અર્થ સાથે

ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2025 (00:15 IST)
gujarati proverb
મિત્રો ગુજરાતી કહેવતો વિષે તો આપ સૌ જાણતા જ હશો. ધોરણ 10 અને ધોરણ 12 માં આ અનિવાર્ય રૂપે પૂછાતો પ્રશ્ન હતો. જેને તેના અર્થ અને વાક્યમાં પ્રયોગ કરીને બતાવો પુછાતું.  
 
આજે નવા જમાનાના બાળકો કદાચ ગુજરાતી કહવતો વિષે નહિ જાણતા હોય પણ કહેવત એટલે આપણા વડદાદાઓએ તેમના જીવનના અનુભવોમાંથી જે શીખીને વાક્યો બનાવ્યા તે કહેવતો બની ગઈ. જેમ કે એક કહેવત હતી કે મોરનાં ઈંડાને ચિતરવા ન પડે.  મતલબ મોરનું ઈંડું સામાન્ય ઈંડા જેવું જ હોય તો પણ તેમાંથી નીકળતું મોરનું બચ્ચું મોર જેવું જ બને. માનવીય ભાષામાં એવું કહેવાય કે જો માતા પિતા હોશિયાર હોય તો બાળકો આપમેળે હોશિયાર જ થાય. આવો જાણીએ આવી જ કેટલીક કહેવાતો વિશે... 
 
તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસાય છે ? – સંકટ આવી પડે ત્યારે ઉપાય શોધવાથી શું વળે ?
આપ સમાન બલ નહિ, મેઘ સમાન જલ નહિ – આવડત, પુરુષાર્થ, ખંત, ધીરજ, કુનેહ – જેવા ગુણો એ આપણું આપબળ છે. 
મોરનાં ઈંડાને ચીતરવાં ન પડે – હોશિયાર માતાપિતાના સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય.
ઘ૨ ફૂટ્યું ઘર જાય - ઘરની વ્યક્તિઓમાં કુસંપ થાય તો ઘરનાં બધાને નુકસાન પહોંચે.
ગજા વગરનું ગધેડું ને વીરમગામનું ભ! - તાકાત બદ્ધારનું કોઈ કામ કરવું. 
જનસેવામાં જ પ્રભુસેવા – માનવીની સેવા એ જ સાચી પ્રભુભક્તિ 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર