Sanatan - ભોજનના સમયે પહેલુ ગ્રાસ કોના માટે કાઢવુ જોઈએ જાણો શું કહે છે શાસ્ત્ર

મંગળવાર, 2 જુલાઈ 2024 (14:54 IST)
first food offer to cow- એવું કહેવાય છે કે તમારો આહાર તમારા વિચારોને વ્યાખ્યાયિત કરે છે અને તમારા વિચારો તમારી ક્રિયાઓને પ્રતિબિંબિત કરે છે. શાસ્ત્રો અનુસાર, સારા કાર્યો જ તમને આધ્યાત્મિક પ્રગતિ તરફ લઈ જઈ શકે છે. 
 
આ કારણે હમેશાસ સત્કર્મ કરવાની સલાહ આપે છે. તમારો આહારથી પણ તમારા વ્યવહાર નક્કી થાય છે આ કારણે તમને હમેશા સાત્વિક અને શાસ્ત્રોના નિયમના મુઅજબ ભોજન કરવાની સલાહ આપીએ છે. 
 
અમારા ધર્મ શાસત્રમાં ભોજનને લઈને ઘણી એવી વાત જણાવી છે જેનો પાલન કરવાથી તમારા જીવનમાં સકારાત્મકતા બની રહે છે અને સુખ સમૃદ્ધિ આવે છે. સાત્વિક આહારની સાથે સાથે ભોજન કરતા સમયે 
જોડાયેલા ભાવ પણ મહત્વપૂર્ણ હોય છે. 

 
જો તમે ભોજનને બ્રહ્મના રૂપ સમજો છો તો તેના લાભ ઘણા ગણુ વધી જાય છે . તેથી જ શાસ્ત્રોનાં ભોજનના નિયમોમાંથી એક આ પણ છે કે ભોજન કરતા પહેલા પંચવલિકા કાઢવામાં આવે છે  મતલવ કે ભોજન પહેલા બધી સામગ્રી ગાય, કૂતરા, કાગડા, કીડી અને દેવતાઓ માટે હમેશા તમારી પ્લેટથી કાઢવુ જોઈએ.
 
જાણો ભોજનના પ્રથમ ગ્રાસ કયા હેતુ માટે કાઢવામાં આવે છે અને તેના ફાયદા શું હોઈ શકે?
ભોજન પહેલા પ્રથમ ગ્રાસ કોના માટે કાઢવામાં આવે છે 
હિંદુ પરંપરામાં ભોજન શરૂ કરવાથી પહેલા ભોજનનુ પ્રથમ ગ્રાસ ગાય માટે કાઢવાની પરંપરા છે શાસ્ત્રોમાં પણ ગાયને પૂજનીય ગણાય છે અને એવુ કહેવાય છે કે ગાયમાં 33 કરોડ ત્યાં દેવી-દેવતાઓનો વાસ છે. આ કારણથી ગાયને પહેલો રોટલો આપવામાં આવે છે અને જમતી વખતે કહેવામાં આવે છે કે પહેલો રોટલી ગાય માટે કાઢવી જોઈએ.
 
આ પરંપરા શાસ્ત્રોમાં જણાવી છે કે ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓમાં પણ છે. આ રીતીને આજે પણ માનવામાં આવે છે અને આ કહેવાય છે કે જેવ્યક્તિ નિયમિત રૂપથી ભોજનની પ્રથમ ગ્રાસ ગાય માટે કાઢે છે તેમના જીવનમાં સમૃદ્ધિ બની રહે છે. 
 
ભોજનશરૂ કરતા પહેલા ગાય માટે પ્રથમ ગ્રાસ કાઢવાના ઘણા કારણો છે. તેનું મુખ્ય કારણ ગાય પ્રત્યે આદર દર્શાવવાનું છે. ગાયને ખૂબ જ પવિત્ર પ્રાણી માનવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં અહિંસા, તે માતૃત્વ અને વિપુલતાના પ્રતીક તરીકે પૂજાય છે. આટલું જ નહીં આ એક પ્રાણીમાં 33 કરોડ દેવી-દેવતાઓ વિરાજમાન છે અને જો તમે ગાય માટે પહેલો ટુકડો કાઢો તો તમે બધા સાથે તે દેવતાઓને અર્પણ માનવામાં આવે છે. આ ઉપાયથી તમામ દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં હંમેશા સુખ-શાંતિ બની રહે છે.
 
ભોજનનો પ્રથમ ગ્રાસ ગાયને આપવુ સૌથી મોટુ દાન ગણાય છે
ગાયને પવિત્ર ગણાય છે અને તે સાથે દૂધ, ગોબર અને  ગૌમૂત્ર જેવા ઘણા સંસાધન આપે છે જેનો ઉપયોગ દૈનિક જીવન અને જુદી જુદી કાર્ય માટે કરાય છે. હિંદુ ધર્મમાં ગાયને ભોજન ખવડાવીને ગાયની સાથે ભગવાનનો પણ આશીર્વાદ મેળવવામી ઈચ્છા રાખે છે. 
 
ગાયને ખોરાકનો પહેલો ટુકડો આપવાથી સારી આર્થિક સ્થિતિ સારી રહે  છે.
ભોજનને હંમેશા બ્રહ્માનું સ્વરૂપ માનવામાં આવે છે અને જો તમે તેને સંપૂર્ણ નિયમો સાથે કરો તો તેનું મહત્વ વધુ વધી જાય છે. આ કારણથી હંમેશા શુદ્ધ મનથી ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે અને ગાય માટે પહેલું ગ્રાસ કાઢવાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ હંમેશા સારી રહે છે. શાસ્ત્રો અનુસાર ગાયને ખવડાવવાથી ગાયની રક્ષા તો થાય જ છે સાથે સાથે તમારું રક્ષણ પણ થાય છે. વ્યક્તિને સુરક્ષાના આશીર્વાદ પણ મળે છે. આ ઉપાય તમારા ઘરમાંથી ગરીબી દૂર કરે છે અને સમૃદ્ધિ રાખવામાં મદદ કરે છે.

Edited By- Monica sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર