શ્રીલંકામાં પેટ્રોલ 50 રૂપિયા મોંઘુ, ડીઝલ 75 રૂપિયા મોંઘુ - ઈન્ડિયન ઓઈલે એક જ ઝટકામં કર્યો વધારો

શનિવાર, 12 માર્ચ 2022 (13:34 IST)
ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઈને તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. આ દરમિયાન, શ્રીલંકા સ્થિત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની પેટાકંપનીએ દેશના લોકોને મોટો ફટકો આપ્યો છે.
 
ઉલ્લેખનીય છે કે કંપની શ્રીલંકાઈ રૂપિયાના ભારે અવમૂલ્યનને કારણે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં વધારો કર્યો છે. શુક્રવારથી વધેલી કિંમતો લાગુ થઈ ગઈ છે. એક મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે કંપનીએ ઈંધણના ભાવમાં વધારો કર્યો છે.
 
ભાવ કેટલો વધ્યોઃ લંકા ઈન્ડિયન ઓઈલ કંપની (LIOC) એ જણાવ્યું કે ડીઝલની છૂટક કિંમતમાં 75 રૂપિયા પ્રતિ લિટર અને પેટ્રોલની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. હવે અહીં પેટ્રોલની કિંમત 254 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 214 રૂપિયા પ્રતિ લીટર છે.
 
કંપનીનો તર્ક શું છે: LIOCના મેનેજિંગ ડિરેક્ટર મનોજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “સાત દિવસમાં શ્રીલંકાના રૂપિયામાં યુએસ ડૉલર સામે રૂ. 57નો ઘટાડો થયો છે. તેની સીધી અસર તેલ અને ગેસોલિન ઉત્પાદનોના ભાવ પર પડે છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ પશ્ચિમી દેશો રશિયા પર પ્રતિબંધો લાદી રહ્યા છે, જેના કારણે તેલ અને ગેસની કિંમતો પણ વધી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર