રાજયમાં ઉત્તરાયણની ધુમ

વેબ દુનિયા

રવિવાર, 11 જાન્યુઆરી 2009 (20:23 IST)
ઉત્તરાયણ પર્વને આડે હવે ગણતરીનાં દિવસો બાકી છે, ત્યારે શહેરનાં મહત્ત્વનાં બજારોમાં પતંગ રશિયાઓની ભારે ભીડ ઉમટી રહી છે. બજારમાં વિવિધ બ્રાન્ડની દોરી અને જુદી જુદી ડિઝાઈનનાં પતંગો ઉપલબ્ધ છે.

ઉત્તરાયણ પર્વની મજા માણવા પતંગ દોરી સહિતની વિવિધ વસ્તુઓ ખરીદવા બજારમાં રવિવારનાં દિવસે પણ ભીડ જોવા મળી હતી. જેમાં કાલુપુર, રાયપુર, જમાલપુર ,વાડજ અને ખાડિયા જેવા બજારોમાં ભીડ જોવા મળી હતી.

આ વર્ષે પતંગ અને દોરીનાં ભાવમાં 10 થી 15 ટકાનો વધારો થયો છે. જેમાં 1000 વાર ફીરકીઓ રૂ. 190 થી રૂ. 280 ભાવે, ચાઈનીઝ દોરીનો 2500 વારનો ભાવ રૂ. 190 માં મળે છે.

રાજ્ય સરકારે પણ શાહીબાદ પોલીસ સ્ટેડિયમ ખાતે 10થી 14 જાન્યુઆરી દરમિયાન આતંરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કર્યુ છે. જેમાં વિવિધ દેશોનો પતંગ રસિયાઓ ભાગ લઈ રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો