ભારતમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે અને આજે દેશમાં પહેલીવાર એક દિવસમાં 4 લાખથી વધુ નવા કેસ મળ્યા છે. કોરોનાના વધતા કેસને લઈને એકવાર ફરી લોકડાઉન શબ્દ ચર્ચામાં આવી ગયો છે. કોરોના સંકત વચ્ચે સોશિયલ મીડિયા પર ઈ પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમા દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર 3 મે થી 20 મે સુધી કંપ્લીત લોકડાઉન લગાવી દેશે. તો ચાલો જાણીએ કે છેવટે લોકડાઉનને લઈને વાયરલ થઈ રહેલ આ દાવાની શુ છે સચ્ચાઈ.
સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 3 મે થી 20 મે સુધી દેશમાં કંપ્લીટ લોકડાઉનનુ એલાન કરવામાં આવ્યુ છે. વાયરલ પોસ્ટમાં ટીવી ચેનલની એક ફ્રેમ બતાવી છે, જેમા પીએમ મોદીના ફોટો સાથે સૂત્રોના હવાલેથી કહેવામાં આવી રહ્યુ છે કે લોકડાઉનની નવી ગાઈડલાઈન રજુ કરવામાં આવી છે. સાથે જ બ્રેકિંગના રૂપમાં તેને બતાવી છે કે 3 મે થી 20 મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. તેમા પીએમ મોદીના નિવેદનના અહેવાલોથી દાવો કરવામાં આવી રહ્યો છે કે આ નિર્ણય દેશના બધા રાજ્યોએ સંપૂર્ણ લોકડાઉનને લઈને હામી ભરી દીધી છે.
— PIB Fact Check (@PIBFactCheck) April 30, 2021
પણ જ્યારે આ વાયરલ પોસ્ટની પડતાલ કરવામાં આવી તો આ એકદમ ખોટુ નીકળ્યુ. પીઆઈબીની ફેક્ટ ચેક ટીમે આ દાવાને ખોટો બતાવ્યો અને કહ્યુ કે સરકાર તરફથી આવી કોઈ જાહેરાત કરવામાં આવી નહોતી. આ ઉપરાંત આ ખૂબ પહેલા પીએમ મોદી સ્પષ્ટ કરી ચુક્યા છે કે તે લોકડાઉન લગાવવાના પક્ષમાં નથી. એટલુ જ નહી, તેમણે રાજ્યોને પણ કહ્યુ હતુ કે લોકડાઉનનો ઉપયોગ અંતિમ વિકલ્પના રૂપમાં જ કરો.
પીએમ મોદીએ 20 એપ્રિલના રોજ દેશના નામ સંબોધનમાં જ આ સ્પષ્ટ કરી દીધુ હતુ કે સરકાર લોકડાઉન લગાવવા માંગતી નથી. જો કે આ ફેક પોસ્ટ વાયરલ થવા પાછળનો તર્કને એ રીતે પણ જોઈ શકાય છે કે 2 મે ના રોજ પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીના મતોની ગણતરી થશે અને આ દિવસે જાણ થઈ જશે કે બંગાળને લઈને અસમ સુધી કોની સરકાર બનશે. આ જ કારણ છે કે ફેક ન્યુઝ ફેલાવનારાએ 3 મે ની તારીખનો પોતાની પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે.