અમદાવાદમાં પીએમ કોવિડ કેર્સ હોસ્પિટલ માટે વેસ્ટર્ન નેવલ કમાન્ડથી ભારતીય નૌસેનાની મેડિકલ ટીમ તહેનાત

શુક્રવાર, 30 એપ્રિલ 2021 (13:02 IST)
વર્તમાન કોવિડ સંકટને નિવારવા માટે સશસ્ત્ર દળોના યોગદાન સ્વરૂપે ચાર ડોકટર, સાત નર્સ, 26 પેરામેડિકસ અને 20 સહાયક કર્મચારી સહિતની 57 સભ્યોની નૌસેનાની એક મેડિકલ ટીમ 29 એપ્રિલ, 2021ના રોજ અમદાવાદમાં તહેનાત કરાઈ છે. 
 
કોવિડ સંકટનો સામનો કરવા માટેની એક વિશેષ ‘પીએમ કેર્સ કોવિડ હોસ્પિટલ’ તૈયાર કરવામાં આવી છે, જ્યાં આ ટીમને તહેનાત કરાઈ છે. ટીમને હાલ 2 મહિના માટે તહેનાત કરવામાં આવી છે અને મેડિકલ ટીમનો સમયગાળો આવશ્કતા અનુસાર વધારવામાં આવશે.         
કેલિકટના એઝિમાલા નેવલ એકેડમી તરફથી ઈમરજન્સીના ભાગરૂપે 30 તબીબોની ટીમ અમદાવાદના કોવિડ સેન્ટર માટે ફાળવવામાં આવી છે. સ્ટેટ હેલ્થ ઓથોરિટી સાથે કો-ઓર્ડિનેટ કરીને આ મેડિકલ સુવિધા ઉભી કરવામા આવી છે તેવુ જાણવા મળ્યું છે. 
 
ગાંધીનગરમાં શરૂ થનારી 1200 બેડની કોવિડ હોસ્પિટલ અંગે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ હોસ્પિટલ હેલીપેડ ગ્રાઉન્ડ પર બનવાની હતી, પરંતુ હવે આ હોસ્પિટલ મહાત્મા મંદિરમાં બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર