દુખદ- મહારાષ્ટ્રમાં અમરાવતીના વર્ધામાં નદીમાં હોડી પલટી ખાતા ભયંકર અકસ્માત, 11ના મોત

મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (15:01 IST)
મહારાષ્ટ્રમાં અમરાવતીના વર્ધામાં નદીમાં હોડી પલટી ખાતા ભયંકર અકસ્માત, 11ના મોત મહારાષ્ટ્રના અમરાવતીના વર્ધા નદીમાં એક બોટ પલટવાથી મોટો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 11 લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. આ ઘટના બેનોદા પોલીસ સ્ટેશન વિસ્તારના વરદ તાલુકામા ઝુંજ ગામની પાસે થઈ હતી. બોટ કેવી રીતે ડૂબી તેની તપાસ હાલ ચાલી રહી છે. પ્રાથમિક જાણકારીના અનુસાર વર્ધા જિલ્લામાં છેલ્લા આઠ દિવસોથી ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની છે.
 
મળતી જાણકારી મુજબ આ ઘટના ત્યારે બની જ્યારે લોકો નદી પાર કરી રહ્યા હતા. નાવ નદીની વચ્ચોવચ ડૂબી. નદીના એક કિનારાથી બીજી તરફ જતા સમયે આ ઘટના સર્જાઈ છે. નાવમાં ક્ષમતાથી વધારે લોકો હોવાથી અને સંતુલન બગડવાથી આ દુર્ઘટનાની શકયતા થઈ રહી છે. બોટમાં 30થી વધુ લોકો સવાર હતા.
 
બોટ ડૂબવાના સમાચાર વાયુવેગે ફેલાતા ઘટના સ્થળ પર બહોળી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ ગઈ અને રાહત- બચાવ કાર્ય વધુ જોરશોરમાં ચાલી રહ્યું છે. પ્રાથમિક માહિતીના અનુસાર એક પરિવારના કેટલા સદસ્ય દશક્રીય અનુષ્ઠાન માટે સવારો અંદાજીત 10 કલાકે ગડેગામ આવ્યા હતા. જ્યારે તે પરત ફરી રહ્યા હતા ત્યારે આ બોટ ડૂબી ગઈ હતી. આ ઘટનામાં 11 લોકોના ડૂબવાની આશંકા જતાવવામાં આવી છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર