તમિલનાડુ : 100 કિમી.ની ગતિથિ વાવાઝોડુ ગાઝા આજે આવે એવી શક્યતા, હાઈ એલર્ટ રજુ કરાયુ

ગુરુવાર, 15 નવેમ્બર 2018 (11:05 IST)
બંગાલની ખાડી પર ચક્રવાતી વાવાઝોડુ 'ગાઝા' અહીથી લગભગ 470 કિલોમીટર દૂર દક્ષિણ પૂર્વમં સ્થિત છે અને ગુરૂવારે કુડ્ડલૂર અને પમ્બાન વચ્ચે હાજરી આપી શકે છે. જેનાથી તમિલનાડુમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. . જેના કારણે તમિલનાડુમાં ભારે વરસાદની શક્યતા છે. હાલ દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ઉપરાંત માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
 
તમિલનાડુ સરકાર પહેલાથી જ 30 હજાર 500 રાહત-બચાવ કર્મી તહેનાત કરવાની જાહેરાત કરી ચુકી છે. તંજોર, તિરુવરુર, પુડ્ડુકોટ્ટઈ, નાગપટ્ટિનમ, કુડ્ડલૂર અને રામનાથપુરમના કલેકટરોએ ગુરુવારે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે. વાવાઝોડાના કારણે પોડુંચેરી અને કરાઇકલ વિસ્તારોમાં પણ ગુરુવારે તમામ શિક્ષાણિક કામકાજ બંધ રહેશે. કેન્દ્રીય જળ સંસાધન મંત્રાલયને ડેમ પર સતત નજર રાખવાની સલાહ આપી છે.
 
આ ઘટનાને જોતા તમિલનાડુના નાણામંત્રી આરબી ઉદય કુમારે જણાવ્યું હતું કે, પુલો, ઝરણા અને નદીઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જ્યારે આયોગે માનક પરિચાલન પ્રક્રિયા અનુસાર કાર્યવાહી કરવાની સલાહ આપી છે, કારણ કે નદીકિનારાવાળા વિસ્તારોમાં ભારે વરસાદ ખાલી ડેમો અને પુલોને 24 કલાકથી પણ ઓછા સમયમાં ભરી શકે છે. તેથી સરકારે ઉપરોકત સૂચના આપી છે. આ ઉપરાંત સરકારે ઓઈલ કંપનીઓ સાથે પણ વાતચીત કરી છે અને તેમને ઈંધણનો પૂરતો જથ્થો રાખવા જણાવ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર