ગુજરાતી મીઠાઈ - મિલ્ક કેક

ગુરુવાર, 17 ઑક્ટોબર 2019 (15:32 IST)
મિઠાઈની વાત કરવામાં આવે તો લોકો સૌથી વધુ મિલ્ક કેક ખાવો જ પસંદ કરે છે. આ મીઠાઈને તમે ઘર પણ સહેલાઈથી બનાવી શકો છો અને આ ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તેથી આજે અમે તમારી મનપસંદ સ્વીટ રેસીપીની વિધિ બતાવીશુ. 
 
સામગ્રી - 3 લીટર દૂધ, 2 ટેબલ સ્પૂન લીંબૂનો રસ, 1 ટી સ્પૂન લીલી ઈલાયચી, 1 ટેબલ સ્પૂન દેશી ઘી, 250 ગ્રામ ખાંડ, તેલ, બદામ (ગાર્નિશિંગ) 
 
બનાવવાની રીત - એક મોટી કડાહીમાં દૂધ લઈને ઉકાળો. પછી તેમા 2 ટેબલ સ્પૂન લીબૂનો રસ નાખીને ત્યા સુધી હલાવો જ્યા સુધી દૂધ ફાટવુ શરૂ ન થાય 
2. પછી તેમા 1 ટી સ્પૂન લીલી ઈલાયચી, 1 ટેબલ સ્પૂન દેશી ઘી અને 250 ગ્રામ ખાંડ નાખીને મિક્સ કરતા પકવો.  જ્યા સુધી બધુ મિશ્રણ કડાહીના કિનારાને છોડવા ન લાગે. 
3. આ બધા મિશ્રણને તેલથી ગ્રીસ થયેલ એક ટ્રેમાં કાઢીને ઉપરથી બદામથી ગાર્નિશ કરો. 
4. આખી રાત ઢાંકીને રાખો. 
5. પછી મનપસંદ આકારમાં કાપીને સર્વ કરો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર