કાનપુરમાં ભીષણ દુર્ઘટના, એસી બસ અને ટેમ્પો વચ્ચે ટક્કર, 16ના મોત, અનેક ગંભીર
ઉત્તર પ્રદેશના કાનપુરમાં મંગળવારની રાત્રે ભીષણ દુર્ઘટના થઈ. એસી બસ, જેસીબી અને ટેમ્પોની ટક્કરમાં 16 લોકોના મોત થઈ ગયા. થાના સચેંડીની પાસે એક બિસ્કિટ ફેક્ટરીની સામે દુર્ઘટના થઈ. ભીષણ ટક્કર પછી બંને ગાડીઓ પલટાઈ ગઈ. દુર્ઘટનામાં ચારની હાલત ગંભીર છે.
એવુ કહેવાય છે કે દુર્ઘટના પછી તત્કાલ પોલીસની ગાડીઓ અને સચેંડી પીએચસી-સીએચસીથી એંબુલેસ ઘટના સ્થળ પર પહોંચી. રાત્રે અંધારામાં ગાડીઓની રોશનીમાં જેસીબીની નીચે દબાયેલા ઘાયલોને કાઢવામાં આવ્યા. અનેક બસ સવાર પણ ઘાયલ થયા છે. ઘાયલોને જ્યા સુધી હૈલટ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યા સુધી 16 લોકોના શ્વાસ થંભી ગયા હતા. દુર્ઘટનામાં કેટલા લોકો ઘાયલ છે તે હજુ સ્પષ્ટ નથી. હૈલટ હોસ્પિટલની ઈમરજેંસીમાં હાહાકારની સ્થિતિ છે.