દુબઈથી આવી રહેલું એર ઈન્ડિયાનું વિમાન રનવે પર થયું સ્લિપ, 16ના મોત 123 ઘાયલ, 15ની હાલત ગંભીર

શુક્રવાર, 7 ઑગસ્ટ 2020 (22:48 IST)
કેરળના કોઝિકોડ રનવે પર શુક્રવારે (7 ઓગસ્ટ)ની રાત્રે એક મોટી દુર્ઘટના થઈ છે. કોઝીકોડના કારીપુર એયરપોર્ટ પર એયર ઈંડિયા એક્સપ્રેસનુ વિમાન ઉતરતી વખતે લપસી ગયા પછી એયરપોર્ટની નિકટ આવેલી 50 ફીટ ઊંડી ખીણમાં પડીને બે ટુકડામાં તૂટી પડ્યુ. આ ઘટનામાં વિમાનના પાયલોટની મોત થઈ ગઈ,  જયારે કે અનેક મુસાફરો ઘાયલ થયા. ઘાયલ મુસાફરોને બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. 
 
પરંતુ હજુ નુકસાન વિશે કોઈ આધિકારીક પુષ્ટિ થઈ નથી. વિમાનના પાયલોટનું મોત થયું છે. કેરળની કોંદોત્તી પોલીસના જણાવ્યા અનુસાર આજે સાંજે આઠ વાગ્યે વિમાન અકસ્માતનો શિકાર બન્યું છે. દુબઇથી કોઝિકોડ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ નંબર IX-1344 રનવે પર સ્લીપ થઈ ગઈ હતી. જેના લેન્ડ કરવાનો સમય સાંજના 7 વાગીને 41 મિનિટનો હતો. આ ઘટના પર ગૃહમંત્રી અમિત શાહે પણ દુખ વ્યક્ત કર્યું હતું.
દુબઈથી આવી રહેલું એર ઈન્ડિયાનું વિમાન રનવે પર સ્લિપ થયું હતું. વિમાન કંપનીના એક પ્રવક્તાએ આ જાણકારી આપી છે. એર ઈન્ડિયાનું વિમાન (IX-1344) આજે સાત વાગ્યેને 40 મિનિટ પર એરપોર્ટ પર લેન્ડ કર્યું હતું.
 
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી પી. વિજયન સાથે એર ઈન્ડિયા એક્સપ્રેસ વિમાનના કોઝીકોડમાં ક્રેશ લેન્ડિંગ અંગે વાત કરી હતી. મુખ્યમંત્રીએ તેમને અત્યારે ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશન અંગે માહિતગાર કર્યા હતા.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર