ધોરણ 12 સાયન્સનુ 72.02 ટકા પરિણા જાહેર - પરિણામ જોવા ક્લિક કરો

ગુરુવાર, 12 મે 2022 (09:57 IST)
RESULT
-  1.8 લાખ વિદ્યાર્થીની આતુરતાનો અંત:
- આજે ધો. 12 સાયન્સનું 72.02 ટકા પરિણામ,
-  A1 ગ્રેડમાં 196, A2 ગ્રેડમાં 3306 વિધાર્થીઓ પાસ થયાં
- લાઠી કેન્દ્રનું સૌથી વધુ 96.12% અને સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું 33.33% પરિણામ
-  વિદ્યાર્થીઓ www.gseb.org પરથી પોતાનું પરિણામ બેઠક નંબરના આધારે જોઈ શકશે
-  આ વર્ષે વિદ્યાર્થીનીઓ આગળ રહી છે.
 
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ સવારે 10.00 વાગ્યે જાહેર કરવામાં આવશે. આ સાથે ગુજકેટ એટલે કે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું (GUJCET-2022) પણ પરિણામ ગુરુવારે જાહેર કરવામાં આવશે. પાછલાં બે વર્ષથી કોરોનાના કારણે વિદ્યાર્થીઓની પરીક્ષા પર અસર પડતી હતી, જોકે ચાલુ શૈક્ષણિક વર્ષમાં કોરોના કાબૂમાં આવતાં નક્કી ટાઈમ ટેબલ પ્રમાણે પરીક્ષાઓ યોજવામાં આવી હતી. આ પરીક્ષામાં રાજ્યભરના 1.08 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી. ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ www.gseb.org પરથી પોતાનું પરિણામ બેઠક નંબરના આધારે જોઈ શકશે.
 
ગુજકેટની ફાઈનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ પર મુકાઈ
18 એપ્રિલે લેવાયેલી ગુજકેટ-2022ની પરીક્ષાના ગણિત(050), કેમિસ્ટ્રી(052), ફિઝિક્સ(054), બાયોલોજી(056) વિષયોના પ્રશ્નપત્ર સેટ નંબર 1થી 20 માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમની પ્રોવિઝનલ આન્સર-કી 28 એપ્રિલ, 2022ના રોજ જાહેર કરવામાં આવી હતી અને રજૂઆતો મગાવવામાં આવી હતી. આ રજૂઆતોના અંતે સુધારા સહિતની ફાઈનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવી છે.
 
શુ કરશો રિઝલ્ટ જોવા માટે 
 
સ્ટેપ 1 - www.gseb.orgના ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો
સ્ટેપ 2 - Gujarat 12th Result 2022, GSEB HSC Result 2022tab ટેબ પર જાવ
સ્ટેપ 3 -  ટૈબ પર ક્લિક કરો
સ્ટેપ 4 - તમારો રોલ નંબર નાખો .. તમારી સામે પરિણમા ખુલી જશે
સ્ટેપ 5 - રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.
 
ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, પરિણામ જોવા અહી ક્લિક કરો

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર