અમદાવાદમાં 47 ડિગ્રી ગરમી: 2016માં શહેરમાં ગરમીનો પારો 48 ડિગ્રીએ પહોંચ્યો હતો

બુધવાર, 11 મે 2022 (17:01 IST)
અમદાવાદમાં આજે તાપમાન 47 ડિગ્રીને પાર થઈ ગયું છે. હજી પણ આવતીકાલે પારો 48 ડિગ્રીએ પહોંચશે તો 100 વર્ષનો રેકોર્ડ તૂટશે. રાજ્યના 13 શહેરોમાં તાપમાન આજે રેકોર્ડ 46ને પાર થઈ ગયું છે 
 
અમદાવાદમાં આજે સવારે 8 વાગ્યે જાણે 11 વાગ્યા હોય તેવી ગરમી શરુ થઈ ગઈ હતી. જ્યારે બપોરે 2 વાગતા સુધી તો ગરમી પીક પર પહોંચી ગઈ હતી અને 47 ડિગ્રી સેલ્સિયસની સર્વોચ્ચ સપાટી દેખાડી દીધી હતી.

અમદાવાદ સિવાય વડોદરામાં 45, મહેસાણા-હિંમતનગરમાં 45, ગોધરા-ખેડબ્રહ્મામાં 45, નડીયાદ, ધોળકામાં 45, ભાવનગર-અમરેલીમાં 43 અને રાજકોટ જૂનાગઢમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર