એપલના દાવાની ખુલી પોલ, એક સેકંડમાં હેક થયો iPhone 13 Pro

શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (17:49 IST)
Apple પોતાના iPhonesની સિક્યોરિટી અને પ્રિવેસીને લઈને મોટા મોટા દાવા કરે છે, પણ હવે કંપનીએ આ દાવા પર સવાલ ઉભા થયા છે. તાજેતરમાં ચીનના એક વાઈટ હૈટ હૈકરે એક સેકંડમાં લેટેસ્ટ iPhone 13 Proને  હૈક કરીને આ સાબિત કરી દીધુ કે એંડ્રોયડની જેમ  iPhonesને પણ હૈક કરી શકાય છે.  ITHomeની રિપોર્ટ મુજબ ચીનમાં થયેલ ઈન્ટરનેશનલ નેટવર્ક સિક્યોરિટી કૉમ્પિટિશનમાં પૈગૂ લૈબ્સના વાઈટ હૈટ હૈકરે હાથ લગાડ્યા વગર  iPhone 13 Pro ને જેલબ્રેક કરી નાખ્યો હતો. 
 
લેટેસ્ટ આઇફોન-13 મોડલ્સમાં લેટેસ્ટ iOS 15 ઓપરેટિંગ સિસ્ટમ છે, જેનાથી તેની સુરક્ષા વધુ દ્રઢ બની હોવાનો દાવો કરવામાં આવે છે. જોકે ચીનના વ્હાઇટ હેટ હેકરે સાબિત કર્યું હતું કે એન્ડ્રોઇન ફોનની જેમ આઇફોન પણ એટેકથી સુરક્ષિત નથી. લેટેસ્ટ આઇફોન-13 સિરિઝ પણ સંપૂર્ણપણે સલામત નથી. આઇફોન-13 પ્રો માત્ર એક સેકન્ડમાં હેક થયો હતો.
 
ફોન પર મોકલેલી લિંક પરથી ફોન હેક થયો
 
iPhone 13 Proને જેલબ્રેક કરવા માટે, હેકરે ફોન પરના યુઝર્સ  ડિવાઈસ પર મોકલેલી લિંક પર ક્લિક કરવાનું હતું. લિંક પર ક્લિક કરીને, ક્યાંક દૂર બેઠેલા હેકરને આઇફોન 13 પ્રોનો સંપૂર્ણ એક્સેસ મળી ગયો.  જો હેકર ઇચ્છે તો તે ફોનમાં રહેલાતમામ ડેટા ચોરી અથવા ડિલીટ પણ કરી શકે છે.
 
ચીનમાં દર વર્ષે યોજાતી “ટીયાનફુ કપ”  ઇન્ટરનેશનલ નેટવર્ક સિક્યોરિટી સ્પર્ધામાં પેન્ગુ લેબ્સના વ્હાઇટ હેટ હેકર આશરે એક સેકન્ડમાં આઇફોન-13 પ્રોને રિમોટલી જેલબ્રેક કરવામાં સફળ થયો હતો. ફોનના યુઝરે માત્ર એક લિન્ક પર ક્લિક કર્યું ત્યારે આ હેકરે તેના ફોનનો કંટ્રોલ પોતાના હાથમાં લઇ લીધો હતો. આ હેકર  જેલબ્રોકન આઇફોન-13 પ્રોનો રિમોટલી હાઇએસ્ટ લેવલથી એક્સેસ મેળવામાં સફળ થયો હતો. તે તમામ ડેટાને પણ વાઇપ આઉટ કરી શક્યો હતો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર