ભારત સહિત દુનિયાભરમાં WhatsApp, Facebook અને Instagram ડાઉન, કંપનીએ રજુ કર્યુ નિવેદન

સોમવાર, 4 ઑક્ટોબર 2021 (22:53 IST)
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ (Whatsapp), ફેસબુક (Facebook) અને ઈંસ્ટાગ્રામ (Instagram) દુનિયાભરમાં ડાઉન થઈ ગયા છે, ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સોમવારે રાત્રે લગભગ 9.15 વાગ્યે ડાઉન હતા, જેના કારણે યુઝર્સને ઘણી મુશ્કેલી પડી રહી છે. માહિતી અનુસાર, ત્રણેય પ્લેટફોર્મના સર્વર ડાઉન છે.
 
કહેવામાં આવી રહ્યું છે કે ભારત સહિત ઘણા દેશોમાં લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેના કારણે લોકો ટ્વિટર પર પણ સતત ફરિયાદ કરી રહ્યા છે. સમાચાર લખવાના સમય સુધી, ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એરર બતાવી રહ્યા છે. જ્યા વોટ્સએપમાં મેસેજ મોકલવામાં કે પ્રાપ્ત કરવામાં સમસ્યા આવી રહી છે, તો બીજી બાજુ ઈન્સ્ટાગ્રામ પર ફીડ રિફ્રેશ થઈ રહ્યુ નથી. આ સિવાય ફેસબુક પેજ પણ લોડ કરવામાં સક્ષમ નથી.



વોટ્સએપે સર્વિસના ડાઉન થવા પર ટ્વિટ કરતા લખ્યું કે, અમને ખબર છે કે આ સમયે કેટલાક લોકોને WhatsApp મા સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમે વસ્તુઓને સામાન્ય કરવા માટે કામ કરી રહ્યા છીએ અને શક્ય તેટલી વહેલી તકે અહીં અપડેટ મોકલીશું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર