ભીલડીમાં માનસિક અસ્થિર મહિલા પર ધોળે દહાડે જાહેર રોડ પર દુષ્કર્મ, વીડિયો વાયરલ

શનિવાર, 23 જુલાઈ 2022 (09:27 IST)
ડીસાના ભીલડીમાં સોયલા પુલ નજીક ડીસા - રાધનપુર નેશનલ હાઇવે ઉપર ફૂલછોડની ઓથમાં એક નરાધમ ધોળા દિવસે દુષ્કર્મ ગુજાર્યુ છે. બાજુના બિલ્ડીંગમાંથી કોઇ વ્યકિતએ વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ કર્યો હતો. દરમિયાન પોલીસની તપાસમાં આ વિડીયો એક માસ જૂનો હોવાનું અને આજુબાજુથી અન્ય સીસીટીવીના ફૂટેજ પણ મળતા ન હોય આરોપી સુધી પહોંચવામાં મુશ્કેલીઓ પડી રહી હોવાથી આવી ઘટના બને કે તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા 100 નંબર ઉપર જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

ડીસાના ભીલડીમાં સોયલા પુલ નજીક ડીસા - રાધનપુર નેશનલ હાઇવે ઉપર ફૂલછોડની ઓથમાં એક નરાધમ ધોળા દિવસે દુષ્કર્મ ગુજારી રહ્યો છે. નરાધમે શરીરે આછા ગુલાબી કલરનું શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલું છે. 30 સેકન્ડનો આ વિડિયો હાઇવે નજીક આવેલી બિલ્ડીંગમાંથી કોઇ વ્યકિતએ ઉતારી સોશિયલ મિડીયામાં વાયરલ કર્યો છે. જોકે, ભોગ બનનારમાં પ્રતિકાર કરવાની શક્તિ જણાતી નથી.અંગે તપાસકર્તા ભીલડી પીએસઆઇ આર. જે. ચૌધરીએ જણાવ્યું હતું કે,વાયરલ વિડિયો એક માસ જુનો છે.ઘટના સ્થળે તપાસ કરી તો ત્યાં ઘાસ ઊગી નીકળ્યું છે. વિડિયો દૂરથી ઉતારાયો હોવાથી દુષ્કૃત્યનો ભોગ બનનારનો ચહેરો સ્પષ્ટ જોઇ શકાતો નથી. આજુબાજુના શોપિંગ સેન્ટરોમાં પણ માત્ર સાત દિવસના જ સીસીટીવી ફૂટેજ હોવાથી તપાસમાં મુશ્કેલી ઊભી થઈ છે. જોકે, પ્રાથમિક તપાસમાં બંને પુરૂષ હોય તેવી માહિતી મળી છે.ટૂંક સમયમાં સમગ્ર હકીકત બહાર લાવીશું. આ અંગે વિડિયો ઉતારનાર વ્યકિતના નિવેદનો લઈ પોલીસ મથકે જાણવા જોગ નોંધી તપાસ હાથ ધરાઇ છે. જોકે ખાસ મહત્વનું એ છે કે, આવી ઘટના બની રહી હોય ત્યારે લોકોએ તુરંત નજીકના પોલીસ સ્ટેશનને અથવા 100 નંબર ઉપર જાણ કરવી જોઈએ.વિડિયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. જ્યાં બનાસકાંઠા 181 અભયમની ટીમને ગુરૂવારે કોલ મળતાં ભીલડી ગઇ હતી. જ્યાંથી એક અસ્થિર મગજની મહિલાને પાલનપુર લાવી હતી. જોકે, તે ગભરાયેલી અને શરીરમાં અશકિત હોવાથી પોતાનું નિવેદન લખાવી શકી ન હતી. આથી તેણીને પાલનપુર આશ્રય સ્થાને મુકવામાં આવી હતી. આ અંગે પીએસઆઇ આર.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે ઘટના એક માસ જૂની છે. જ્યારે આ અસ્થિર મગજની મહિલા એક સપ્તાહથી જ શહેરમાં રહેતી હોવાનું જાણવા મળ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર