HBD:કિર્તીદાન ગઢવી- લોકપ્રિય ગાયક, ગુજરાતી સંગીતની આત્મા છે

શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024 (08:14 IST)
- આણંદ જિલ્લાના વાળુકડ ગામમાં જ જન્મ
-ગાયક કીર્તિદાન ગઢવી ખૂબ ચર્ચામાં રહે છે
-

kirtidan gadhvi- કિર્તીદાન ગઢવીનો જન્મ 23 ફેબ્રુઆરી 1976માં  થયો હતો. આણંદ જિલ્લાના વાળુકડ ગામમાં જ તેઓ મોટા થયા છે. 
 
કિર્તીદાન ગઢવીએ વડોદરાની ખ્યાતનામ એમ. એસ. યુનિવર્સિટીમાંથી મ્યુઝિકમાં બીપીએ, એમપીએનો અભ્યાસ કર્યો છે.
 
MTVના કોક સ્ટુડિયોમાં 'લાડકી' ગીત ગાયા બાદ તેઓ વધુ ફેમસ થયા હતા. 

કિર્તીદાન ગઢવી લોક સાહિત્ય રજૂ કરતા ડાયરા, પરંપરાગત ગીતો ગાવા માટે જાણીતા છે.
 
ગાયક કીર્તિદાન ગઢવી ખૂબ ચર્ચામાં રહે છે. , ગુજરાતના ડાયરામાં કીર્તિદાન ગઢવી પર નોટોનો વરસાદ થતી રહે છે. કાર્યક્રમમાં આવેલા શ્રોતાઓ એટલા ખુશ અને મગ્ન થઈ જાય છે કે તેઓએ ભજન ગાતી વખતે લોક ગાયક કીર્તિદાન ગઢવી અને ઉર્વશી રાદડિયા પર 10, 20, 50, 100 અને 500 રૂપિયાની નોટો વરસાવી નાખે છે. . જેમાં યુવાનો અને વૃદ્ધો બધા સામેલ હોય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન લોકોએ ગાયકો પર 50 લાખથી વધુ રૂપિયાનો વરસાદ કરાતા હોય છે. 
 
ગત વર્ષેનવસારીના સુપા ગામમાં ભજન ગાવાના કાર્યક્રમમાં તેમના પર ઘણી નોટોનો વરસાદ થયો હતો. બાદમાં ખબર પડી કે લોકોએ તેના પર 50 લાખ રૂપિયાથી વધુનો વરસાદ કર્યો હતો.
 
સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા આંખની નવી હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મંદિર ટ્રસ્ટ દ્વારા જાણીતા ગુજરાતી લોકગાયકો કીર્તિદાન ગઢવી અને ઉર્વશી રાદડિયાને કાર્યક્રમમાં ભજન ગાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બંને ખ્યાતનામ કલાકારોએ પોતાના અવાજ અને ભજન ગાયનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર