વન અધિકારી આર એએસ ગઢવીએ બીબીસીના અંકુર જૈનને જણાવ્યુ કે બાળકીના માર્યા ગયા પછી વન્ય કર્મચારીઓએ દીપડાને પકડી લીધો હતો. તેમણે જણાવ્યુ, "અમે ગામની આસપાસ સાત પિંજરા લગાવ્યા હતા અને દિપડાને પકડી લીધો હતો. પણ રોષે ભરાયેલા લોકો પેટ્રોલ લઈને આવ્યા અને એ પિંજરામાં આગ ચાંપી દીધી. જેમાં દીપડો બંધ હતો. પિંજરાની સુરક્ષામાં ગોઠવાયેલા વન્ય અધિકારીઓએન ભગાડી દેવામાં આવ્યા."
ગુજરાતમાં કુલ 1,395 દીપડા છે અને અહી તેમની બીજી સૌથી મોટી વસ્તી છે. તેમાથી ત્રીજા ભાગના દિપડા માણસોની વસ્તીમાં રહે છે. ગયા વર્ષે દીપડાના હુમલામાં 12થી વધુ લોકો માર્યા ગયા અને 100થી વધુ ઘાયલ થયા. ગુજરાતમા લોકો તેમને દૂર રાખવા માટે ખેતરની આસપાસ આગ ચાંપી રાખે છે.