બે છોકરીઓ એક જ યુવાન સાથે લગ્ન કરવા ઇચ્છતી હોય એવુ તો તમે સાંભળ્યું જ હશે કે, પરંતુ મેરઠની બે સગી બહેનો એક જ પ્રેમી સાથે લગ્ન કરવા મક્કમ છે. બે સગીર બહેનો ઘરમાંથી ભાગીને ગંગાનગર પોલીસ મથકે પહોંચી. બ્નેયે પોલીસને વિનંતી કરી કે તેમના લગ્ન એક જ પ્રેમી સાથે કરાવી દેવામાં આવે.
ગંગાનગર પોલીસ મથકે પહોંચેલી બંને બહેનોએ જણાવ્યું હતું કે તેઓ ઘરેથી ભાગીને આવી છે. . બંને એક યુવક સાથે પ્રેમમાં છે, જે બીજી જાતિનો છે. તે બંને તેની સાથે લગ્ન કરવા માંગે છે. આ સાંભળીને પોલીસ ચોંકી ગઈ. પોલીસે તેમને લાંબા સમય સુધી સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વાત બની નહીં. બંને બહેનોએ ધમકી આપી કે જો તેમના લગ્ન એક જ યુવાન સાથે નહી થાય, તો તે કંઇ પણ કરી શકે છે.