અમદાવાદમાં ભગવાનના જગન્નાથની 146મી રથયાત્રાની તૈયારીઓ ચાલી છે. અમદાવાદની શાન ગણાતી ઐતિહાસિક રથયાત્રામાં આ વર્ષે એક નવો ઉમેરો થવા જઈ રહ્યો છે. વર્ષોથી ચાલી આવતી રથયાત્રામાં વર્ષો જૂના રથ કે જેમાં ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગર ચર્ચા કરે છે, તે આ વર્ષે ત્રણેય રથ નવા બનાવવામાં આવ્યા છે. ત્યારે આજે ભગવાનના નવા રથનું ટ્રાયલ કરવામાં આવશે.
ભગવાનના નવા રથની ચકાસણી કરવા માટે રથનું ટ્રાયલ કરવામાં આવશે. જગન્નાથ મંદિરના પરિસર અને આજુબાજુમાં રથ ફેરવવામાં આવશે અને ભગવાન જગન્નાથના નવા રથનું ટ્રાયલ કરવામાં આવશે.જગન્નાથ મંદિરના 145 વર્ષ સુધી જે રથમાં સવાર થઈને ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા, તેના બદલે હવે નવા રથને સ્થાન મળ્યુ છે. નવા રથનું નિર્માણ મજબુતાઈ સાથે કરવામાં આવ્યુ છે. અમદાવાદના રસ્તાઓ તેમજ પરંપરાગત રુટમાંથી રથ પસાર થઈ શકે તે બાબતને ધ્યાનમાં રાખવામાં આવી છે. જુના રથની ડિઝાઈનનું થોડુ અનુકરણ નવા રથમાં જોવા મળે છે. સાથે જ તેમા જગન્નાથ પુરીના દર્શન પણ થઇ શકશે.નવા રથ બનાવડાવાનો આ નિર્ણય ભક્તોની જ સુવિધા માટે કરવામાં આવ્યો છે.
રથની ખાસ વિશેષતા એ છે કે ભક્તો ભગવાનના દર્શન ખૂબ સારી રીતે કરી શકે તેવી રીતે તેની રચના કરવામાં આવશે. સાથે જ ભગવાનના રથમાં ખૂબ જ ઓછા લોકો તેમા સવાર થઇ શકે તેવી રીતે બનાવાશે. ભક્તો ગમે તેટલા દૂર હોય રે રથયાત્રાના રુટ પર પોતાના મકાનની છત પરથી પણ જો રથયાત્રા નિહાળતા હોય તો સરળતાથી તે દર્શન કરી શકે તેવી બેઠક વ્યવસ્થા રથમાં બનાવવામાં આવશે.