જુદા જુદા વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ઝાપટા વરસ્યા હતા, પરંતુ દ્વારકામાં પાણી ભરાવાને લઈ પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા અવિરત રીતે દોડધામ જારી રાખવામાં આવી હતી.મુખ્ય માર્ગ એવા ઇસ્કોન ગેટ પાસે બેથી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાઈ ચૂક્યું છે. જ્યારે ગુરુદ્વારા વિસ્તારમાં પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ જતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદી પાણીમાં ગાડી બંધ પડી જતાં લોકોને ગોઠણડૂબ પાણીમાં કારને ધક્કો મારી દોરવાની ફરજ પડી હતી. જ્યારે અમુક રાહદારીઓએ JCBનો સહારો લઈ વરસાદી પાણીમાંથી રસ્તો પસાર કર્યો હતો. દ્વારકામાં ભારે વરસાદના અને નુકસાની પગલે NDRFની દ્વારકા જવા રવાના થઈ છે.