દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર ખાતે બુધવારે જેટી નિર્માણ સ્થળ પર ક્રેન પડતાં ત્રણ કામદારોનાં મોત થયાં હતાં, ઓખા બંદર પર જેટીનું નિર્માણ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે, એમ જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું. કોસ્ટ ગાર્ડની નવી જેટી બનાવવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે દુર્ઘટના સર્જાતાં 3 લોકો ક્રેન નીચે દબાઈ ને પાણીમાં પડી ગયા હતા. જેમાં એન્જિનિયર, સુપર વાઈઝર તથા એક મજૂરનું મોત નીપજ્યું હતું. હાલ ત્રણ મજૂરના મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયા છે.
પ્રાથમિક વિગતો મુજબ જેટી ઉપર કામકાજ ચાલતું હતું તે દરમિયાન દુર્ઘટના થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં 2 શ્રમિક ક્રેનની અંદર દબાઈ ગયા છે તો 1 શ્રમિક પાણીમાં પડી જતા તેનો બચાવ થયો છે. આ તરફ ઓખા જેટી ઉપર દબાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. નોંધનિય છે કે, કોસ્ટગાર્ડ દ્વારા જેટી ઉભી કરવાની કામગીરી ઘણાં સમયથી ચાલી રહી છે.