મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ લેખિત ફરિયાદ કરાઈ
ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એ રેઢીયાળ વહીવટ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ લેખિત ફરિયાદ કરવામાં આવી છે. ખાનગી ક્ષેત્રની ગુજરાતની ત્રણ મોટી વીજ ઉત્પાદન કંપનીઓ અદાણી, એસ્સાર અને ટાટા પાવર પાસે ઊંચા ભાવે વીજળી ખરીદી રહી હોવાથી ગ્રાહકોને માથે રૂ. 7 હજાર કરોડનો મોટો બોજ આવી રહ્યો છે. હાઈ પાવર કમિટિએ કરેલી ભલામણોની પણ સરકાર અવગણના કરી રહી છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમના સિનિયર અધિકારીઓ ખોટી રજૂઆત કરી રહ્યા છે તેથી ગુજરાતના વીજ વપરાશકારોને માથે અબજો રૂપિયાનો બોજ આવી રહ્યો છે. વડોદરા સ્થિત અધિકારીઓએ ગુજરાત સરકારને વારંવાર ગેરમાર્ગે દોરી છે.