બોત્સવાના અને ઈઝરાયેલથી આવતા મુસાફરોની તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર દ્વારા રાજ્યોને જણાવવામાં આવ્યું છે કે તેઓ યુકે, યુરોપ, બ્રાઝિલ, બાંગ્લાદેશ, ચીન, મોરેશિયસ, ન્યૂ ઝિલેન્ડ, ઝિમ્બાબ્વે દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ, બોત્સવાના અને ઇઝરાયેલથી આવતા પ્રવાસીઓની સંપૂર્ણ તપાસ કરે.આ અંગે ગુજરાતના આરોગ્ય વિભાગે પણ એરપોર્ટ પર વિદેશથી આવનારા પ્રવાસીઓનો RTPCR ટેસ્ટફરજિયાત કરવા આદેશ આપી દેવામાં આવ્યો છે.