આ રીપોર્ટમાં એવું સામે આવ્યું હતું કે બાળકની માતાને તમાકુનું વ્યસન હતું. જેના કારણે બાળકની સ્થિતિ આ પ્રકારની જોવા મળી રહી છે. ડોક્ટરોના મતે સામાન્ય માણસ કરતાં 20 ગણું નિકોટિનનું પ્રમાણ આ બાળકમાં જોવા મળ્યું હતું. ડોક્ટરોની સારવાર બાદ બાળકની સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે મહેસાણાની મહિલાને લગ્ન બાદ બાળક નહીં થતાં તેણે IVF દ્વારા બાળકને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ 19 જૂને સામાન્ય રીતે જ બીજા બાળકને જન્મ આપ્યો હતો. બાળકની શ્વનસક્રિયા ચાલુ નહીં હોવાથી તેને મહેસાણાની પીડિયાટ્રિક હોસ્પિટલમાં બાળકને કૃત્રિમ રીતે શ્વાસ આપવાનું શરૂ કરવાના આવ્યું હતું. બાળકને વેન્ટિલેટર પર રાખીને ડોક્ટર દ્વારા સારવાર કરવાની શરૂઆત કરાઈ હતી. શરૂઆતમાં બાળકને બર્થ એઝેકઝિયા હોવાની માનીને સારવાર કરવામાં આવી હતી. બાળકને સાંજ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યું પરંતુ સારું ન થતા અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલી અર્પણ ન્યુ બોર્ન બેબી સેન્ટરમાં મહેસાણાથી એમ્બ્યુલન્સ દ્વારા બાળકને ખસેડવામાં આવ્યું હતું. પીડિયાટ્રિશિયન ડો. આશિષ મહેતા દ્વારા તાત્કાલિક બાળકની સારવાર શરૂ કરવામાં આવી હતી. બાળકને વેન્ટિલેટર પર જ રાખવામાં આવ્યું હતું. ડોક્ટરોએ મહેસાણાની હોસ્પિટલના ડોક્ટરને ફોન કરીને બાળકની મેડિકલ હિસ્ટ્રી જાણવા પ્રયત્ન કર્યો ત્યારે કંઈ જાણવા ન મળ્યું. પરંતુ અંતમાં મહેસાણાના ડોક્ટરે કહ્યું કે, બાળકની માતા અસ્થમાની દવા લેતી હતી અને તમાકુનું સેવન કરતી હતી.