ગુજરાત ઈલેક્શનને લઈને ઉમેદવારો જાહેર કરતી આ છઠ્ઠી યાદીમાં વધુ 20 નામ બહાર આવ્યા છે. ગોપાલ ઈટાલિયાએ છઠ્ઠી યાદી જાહેર કરતા કુલ 73 ઉમેદવારોના નામની ઘોષણા થઈ ચૂકી છે.સૌથી મોટા નામ પર નજર કરીએ તો મહેસાણા બેઠક એટલેકે વર્તમાન MLA નીતિન પટેલની બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ભગત પટેલ પર વિશ્વાસ બતાવ્યો છે. આ સિવાય કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની સામે વડગામથી દલપય ભાટિયાનું નામ જાહેર કર્યું છે.