આજથી 1 મહિના માટે અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ રદ રહેશે

શુક્રવાર, 2 એપ્રિલ 2021 (08:53 IST)
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગત 24 કલાકમાં આ વર્ષે એક દિવસમાં કોરોના સંક્રમણના સૌથી વધુ કેસ નોંધાયા છે. વધતા જતા કોરોનાના કેસ બાદ ગુજરાતના અમદાવાદ અને મહારાષ્ટ્રના મુંબઇ વચ્ચે દોડનારી તેજસ એક્સપ્રેસને એક મહિના સુધી રદ કરવામાં આવી છે. આઇઆરસીટીસી દ્રારા સંચાલિત ટ્રેન સંખ્યા 82902/82901 અમદાવાદ-મુંબઇ સેંટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસ આજેથી ઠીક એક મહિના સુધી રદ કરવામાં આવી છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે મહારાષ્ટ્રમાં 24 કલકમાં કોરોનાના કેસ 43 હજાર 183 નવા કેસ સામે આવતાં સંક્રમિતોની સંખ્યા 28 લાખ 56 હજાર 163 થઇ ગઇ છે. આ પહેલાં 28 માર્ચના રોજ સંક્રમણના સૌથી વધુ 40 હજાર 414 કેસ સામે આવ્યા હતા. મહામારીની શરૂઆત બાદથી રાજ્યમાં એક દિવસમાં સૌથી વધુ કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં સંક્રમણથી 249 દર્દીઓના મોત તહ્યા છે. આ પ્રકારે ગત વર્ષે ઓક્ટોબર બાદથી એક દિવસમાં સૌથી વધુ મોત થયા છે. સંક્રમણથી રાજ્યમાં અત્યાર સુધી કુલ 54 હજાર 898 લોકોએ જીવ ગુમાવ્યા છે. 
 
એ જ પ્રકારે ગુજરાતમાં કોરોના કાળના ઇતિહાસમાં પ્રથમ વખત સૌથી વધુ 24 કલાકમાં 2410 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઇ છે. જે સાથે રાજ્યમાં દર કલાકે 100થી વધુ કેસ નોંધાય રહ્યા છે. જેના સાથે જ લોકોની ચિંતા વધી છે. 
 
અમદાવાદ શહેરમાં સૌથી વધુ 613 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે સુરત શહેરમાં 464 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં 292, રાજકોટ શહેરમાં 179, સુરતમાં 151, વડોદરામાં 71, રાજકોટમાં 44, ભાવનગર શહેરમાં 33, જામનગરમાં 32, મહેસાણામાં 31, મહીસાગરમાં 28, ભરૂચમાં 28, ગાંધીનગર શહેરમાં 27, પાટણમાં 27, ખેડામાં 26, મોરબી અને સાબરકાંઠામાં 26-26 પોઝિટિવ કેસ સામે આવ્યા છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર