ધોરણ 10 અને 12ના બોર્ડના ફોર્મ લેટ ફી સાથે 16 ફેબ્રુઆરી સુધી ભરી શકાશે..

મંગળવાર, 8 ફેબ્રુઆરી 2022 (10:27 IST)
અમદાવાદ: ગુજરાત બોર્ડની 28 માર્ચથી પરીક્ષા શરૂ થશે જે માટે રેગ્યુલર અને રિપિટર વિદ્યાર્થીઓના ફોર્મ અને ફી ભરાવવામાં આવી હતી.વિદ્યાર્થીઓના ફોર્મ અને ફી ભરવાની મુદત પૂરી થઈ છે ત્યારે હજુ કેટલાક વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી છે જેથી ગુજરાત બોર્ડ દ્વારા આ મુદત 16 ફેબ્રુઆરી સુધી વધારવામાં આવી છે..
 
7 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી ધોરણ 10 અને 12 કોમર્સ તથા સાયન્સના વિદ્યાર્થીઓના ફોર્મ અને ફી ભરવાના બાકી હોય તે 350 લેટ ફી અને 500 રૂપિયા પેન્લટી સાથે ભરી શકશે.gseb.org પરથી ઓફલાઇન ફોર્મ માટે પ્રિન્ટ નીકળવાની રહેશે જે બાદ સ્કૂલના સહી,સિક્કા અને જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરીને ફીના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે 16 ફેબ્રુઆરી સુધી જમા કરાવવાના રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર