ગાંધીનગરના પેથાપુરમાં બાળક મળવા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. દંપતિની પૂછપરછ દરમિયાન પત્નીએ ચોંકાવનારો ખુલાસો કર્યો જેમાં બાળક અને પતિના પ્રેમ સંબંધને લઈને પત્ની અજાણ હોવાનું સામે આવ્યું છે. પત્ની પોતાના પરિવાર સાથે રાજસ્થાન પિયરમાં પ્રસંગમાં ગઈ છે જ્યારે પતિ સચિન ગાંધીનગરમાં એકલો રહેતો હતો. પોલીસ તપાસમાં બાળક સચિન દિક્ષીતની પત્નીનું ન હોવાનું સામે આવ્યું છે.