અમદાવાદમાં નવરાત્રિ બની લોહીયાળ, બે દિવસમાં ત્રણ હત્યા

શનિવાર, 9 ઑક્ટોબર 2021 (17:52 IST)
રાજ્યમાં સતત ગુનાખોરીનો ગ્રાફ સતત વધતો જાય છે ત્યારે નવરાત્રિના તહેવારના સમયે શહેરમાં છેલ્લા બે દિવસમાં ત્રણ અલગ અલગ સ્થળોએ હત્યાના બનાવો સામે આવ્યા છે. ત્યારે શહેરમાં સુરક્ષાને લઇને સવાલો ઉદભવી રહ્યા છે. ગુનેગારો બિન્દાસ બનીને ક્રાઇમ આચરી રહ્યા છે તેમને કાયદાનો કોઇ પણ જાતનો ડર લાગી રહ્યો છે. કારણ કે છેલ્લા બે દિવસમાં અમદાવાદ શહેરમાં હત્યાની ધટનાનો સામે આવી છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના અસારવા, મોટેરા, વટવા વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. જેમાં શહેરમાં ચાંદખેડા વિસ્તારમાં શાકભાજીની લારી ચલાવીને ગુજરાન ચલાવતા વ્યક્તિની લારી ઉંઘી પાડીને તેની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી , ત્યારે અન્ય બનાવમાં વટવામાં ઘરકંકાસમાં સાળાએ જ બનેવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 
 
છેલ્લા બે દિવસમાં અમદાવાદમાં હત્યાના ત્રણ બનાવો સામે આવ્યા છે. જેમાં અસારવા, વટવા, અને મોટેરા રોડ પર શહેરના નાગરિકોની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. જ્યારે મોઢેરા રોડ પર શાકભાજીનો ધંધો કરતા ગરીબ સાથે ધંધા બાબતે બોલાચાલી થતા તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. 
 
તો બીજી તરફ અસારવામાં પણ જૂની અદાવતામાં છ વ્યક્તિએ પડોશીમાં રહેતા યુવક પર ચાકુ અને લોખંડના સળિયા વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધ હતો. જેને લઇને શાહીબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે આ હત્યા કેસમાં મુખ્ય સુત્રધ્ધાર આમ આદમી પાર્ટીનો કાર્યકર હોવાનું સામે આવ્યું છે, હત્યા બાદ આરોપી યુવક ફરાર થઈ ગયો હતો, જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર