ગુજરાતમાં ખાસ કરીને રાજકોટ અને સુરતમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યાં હોવાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વિમિંગપૂલમાં પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. આ પોસ્ટરમાં હૃદયની બિમારી ધરાવતા લોકો માટે સૂચના જાહેર કરાઈ છે. યુનિવર્સિટીના સ્વિમિંગપૂલ, જીમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં પ્રવેશબંધી કરાઇ છે.હ્રદય રોગની બિમારી હોય તો સ્વિમિંગ સહિતની પ્રવૃત્તિથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. સ્વિમિંગપૂલમાં જવા માટે ખેલાડીએ મેડિકલ સર્ટિ રજૂ કરવું પડશે.