સૌરાષ્ટ્ર યુનિ.ને મળ્યા નવા ઇન્ચાર્જ કુલપતિ

શનિવાર, 21 ઑક્ટોબર 2023 (13:06 IST)
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ અને ઉપકુલપતિની ટર્મ પૂર્ણ થવાના 48 કલાક પહેલા ઇન્ચાર્જ રજિસ્ટ્રાર નિલેશ સોનીએ રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો છે. હાલ ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે અમિત પારેખે ચાર્જ સંભાળ્યો છે. ઇન્ચાર્જ કુલપતિ તરીકે નિલાંબરીબેન દવેને ચાર્જ સોંપવામાં આવ્યો છે. નાઘેડી સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં પરીક્ષાકાંડ, બાબરાની બોગસ કોલેજ કૌભાંડ, ભરતી કૌભાંડ સહિતના કૌભાંડોમાં વિવાદમાં હતા. એજ્યુકેશન ફેંકલ્ટીના આસી. પ્રોફેસર ભરતી કૌભાંડમાં પણ વિવાદ સર્જાયો હતો. 
 
હાઈકોર્ટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગની ઝાટકણી કાઢતા આખરે કુલપતિ સહિતના સત્તામંડળના સભ્યોને ઘટનાની ગંભીરતા સમજાતા ગઈકાલે જ નિર્ણય કરવા બપોરે 3 વાગ્યે કુલપતિએ સિન્ડિકેટની બેઠક બોલાવી હતી. જેમાં નિવૃત્ત 3 કર્મચારીને ગ્રેચ્યુઈટીની રકમ ચૂકવવા નિર્ણય કરવામાં આવ્યો હતો   યુનિવર્સિટીના એકાઉન્ટ વિભાગના અધિકારીઓને આ 7 કર્મચારીને ચૂકવવા પાત્ર થતી રકમનું સ્ટેટમેન્ટ કાઢી રાખવા જણાવાયું હતું.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર