લૂંટારા બેફામ બન્યાઃ ભરૂચમાં ટ્રાફિક વાળા વિસ્તારમાં બંદૂકની અણીએ જ્વેલર્સને લૂંટવાનો પ્રયાસ

મંગળવાર, 8 સપ્ટેમ્બર 2020 (13:26 IST)
રાજ્યમાં લુખ્ખા તત્વોનો આતંક મચ્યો હોય તેમ એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. ભરૂચમાં આવેલી જ્વેલરી શોપની દુકાનમાં લૂંટની ઘટનાએ ચકચાર મચાવી છે. અહીંયા આજે બપોરના પહોરમાં જુદા જુદા વાહનો પર આવેલા ચાર શખ્સોએ ફાયરિંગ સાથે લૂંટનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. સમગ્ર ઘટનાના લાઇવ દૃશ્યો સીસીટીવમાં કેદ થયા છે.પોલીસના જણાવ્યા મુજબ A ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી અંબિકા જ્વેલર્સમાં હિંદી જેવી ભાષામાં વાત કરતા ચાર ઈસમો અલગ અલગ વ્હિલક, બજાજ ડિસ્કવર, હોંડા એક્સેસમાં આવેલા ત્યારબાદ પ્રથમ વ્યક્તિએ સોનાનો ચેન માગ્યો હતો. તેમણે તેમની પાસે રહેલી બંદૂકથી ફાયરિંગ કર્યુ હતું. જ્યારે માલિક અને તેમના નોકરે પીછો કરતા એક વ્યક્તિ ભાગી શક્યો નહોતો. બનાવમાં દુકાનના માલિકના પિતરાઈ ભાઈને પેટના ભાગે ગોળી લાગી છે. ઇજાગ્રસ્ત દુકાન માલિક અને તેના પિતરાઈને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ઘટના સ્થળેથી બૂલેટ અને અને એક ગન મળી આવી છે. જિલ્લા પોલીસ વડાએ પણ ઘટના બાદ અંબિકા જ્વેલર્સની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે પોલીસ સીસીટીવી કેમેરા અને નજરે જોનારા લોકોની જુબાની તેમજ પીડિતોની ફરિયાદના આધારે તપાસ કરી રહી છે. જિલ્લા પોલીસ વડાએ પણ ઘટના બાદ અંબિકા જ્વેલર્સની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે પોલીસ સીસીટીવી કેમેરા અને નજરે જોનારા લોકોની જુબાની તેમજ પીડિતોની ફરિયાદના આધારે તપાસ કરી રહી છે. જે વિસ્તારમાં લૂંટની ઘટના બની ત્યા આસપાસમાં પણ જ્વેલર્સની દુકાનો જ હોવાના કારણે ચકચાર મચી ગઈ હતી. લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ બહાર નીકળીને હવામાં પણ ફાયરિંગ કર્યુ હતું જે ચાર રસ્તાના સીસીટીવમાં લાઇવ જોવા મળ્યું હતું. જ્યારે ટ્રાફિકથી ભરચક વિસ્તારમાં આવેલી સોનીની દુકાનમાં એક શખ્સ પહેલાં આવ્યો હતો અને તેણે સોનાની ચેઇન માંગી હતી. ત્યારબાદ બંદૂકની અણીએ લૂંટનો પ્રયાસ કર્યો છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર