કોરોના વાયરસ કહેર દિવસે ને દિવસે વધતો જાય છે. ઇમ્યૂનિટી સારી હોવાથી કોરોના સામે જંગ જીતી જવાય છે. પરંતુ મોટી ઉંમરના વ્યક્તિઓ અને અમુક ગંભીર બિમારી પીડિતા લોકોને બીજી અન્ય તકલીફો પણ શરૂ થતી જોવા મળી રહી છે. તાજેતરમાં મળતી માહિતી અનુસાર ગુજરાતમાં કેટલાક એવા કિસ્સા સામે આવ્યા છે જેને જોઇને એવું લાગે છે કે કોરોનાને હજુ ગંભીરતા લેવાની જરૂર છે.
સમગ્ર ગુજરાતમાં 40 જેટલા કિસ્સાઓમાં કોરોનામાંથી સ્વસ્થ્ય થયા બાદ દર્દીઓએ દ્વષ્ટિ ગુમાવી છે. થોડા દિવસ અગાઉ અમદાવાદના એક વ્યક્તિને કોરોના થયો હતો અને પછી રિકવી બાદ તે તેમને આંખ ઝાંખપ આવવા લાગી. જેથી તેમણે અમદાવાદના રેટિના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની મુલાકત લીધી. તેમણે તપાસ કરીને જણાવ્યું કે તેમના રેટિનાના મધ્ય નસમાં લોહી જામ થઈ જવાથી બ્લોકેજ ઉભો થયો છે.
રેટિના સ્પેશિયાલિસ્ટ ડો. પાર્થ રાણાએ કહ્યું હતું કે "તેમના કોરોના સંક્રમણનો ઇતિહાસ જોતા અમે તાત્કાલિક લો મોલેક્યુલર વેઇટ હેપરીન (LMWH)ની સારવાર શરું કરી અને થોડા દિવસોમાં તેમની રેટિનાની નસમાં રહેલો લોહીનો ગાંઠો દૂર થયો. તેમજ તેમની દ્રષ્ટી મહદઅંશે પરત ફરી જોકે પૂર્ણપણે તેમની દ્રષ્ટી પરત ફરી શકી નથી.'
નિષ્ણાંતો કહે છે કે જો દર્દીની આંખની રેટિનાની નસમાં બ્લોકેજ ઊભું થાય તો દર્દીને કામચલાઉ ધોરણે દ્રષ્ટીમાં ઝાંખપ આવી શકે છે તેમજ કેટલીકવાર કાયમી અંધત્વ પણ આવી શકે છે. આ રેટિનલ આર્ટરી ઓક્યુલશન સમાન જ છે. ડોક્ટર્સનું કહેવું છે કે ઘણા કિસ્સામાં દર્દીઓ તેમની પાસે ઘણા મોડા પહોંચે છે ત્યાં સુધીમાં આંખની રેટિનાના ખૂબ જ નુકસાન પહોંચી ચૂક્યું હોય છે. કારણ કે દર્દીઓને લાગે છે કે તેમને આવેલ આ ઝાંખપ કોરોનાના કારણે આવેલી નબળાઈના કારણે થઈ રહી છે.