સુરતમાં પાર્થ ગ્રુપ, અક્ષર ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સને ત્યાં ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે. ઇન્કમટેક્સના 100થી પણ વધુ અધિકારીઓ આ ઓપરેશનમાં જોડાયા છે. તપાસના અંતેમોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે.આવકવેરા વિભાગ દ્વારા મોટાપાયે સર્ચ ચોપરેશન શરૂ કરી દેવાયું છે. સુરતમાં ડાયમંડ અને જ્વેલર્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા ત્રણ મોટા ગ્રુપને ત્યાં સર્ચ ઓપરેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતના જાણીતા કાંતિ જ્વેલર્સ, પાર્થ ગ્રુપ અને અક્ષર ગ્રુપના ત્યાં ઇન્કમટેક્સના અધિકારીઓ દરોડાની કામગીરીમાં જોડાયા છે. એટલું જ નહીં પરંતુ રાજકોટ ખાતે પણ બે સ્થળો ઉપર સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આધારભૂત સૂત્રોના મતે 100 જેટલા અધિકારીઓ અલગ અલગ ટીમ બનાવીને કામે લાગ્યા છે.