રાજ્યમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

બુધવાર, 29 સપ્ટેમ્બર 2021 (13:01 IST)
રાજ્યમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે અને આવતીકાલે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. સાથે જ 30મી સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાશે અને દરિયાકિનારે ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવવામાં આવી છે.
 
3 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહીગ્રામીણ કૃષિ મૌસમ સેવા દ્વારા જારી કરાયેલા હવામાન બુલેટિન અનુસાર આવતીકાલે પણ અહીં સરેરાશ 64 મિમી. જેટલા વરસાદ બાદ 3 ઓક્ટોબર સુધી જિલ્લામાં સરેરાશ 6 મિમી વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામા આવી છે. જ્યારે જિલ્લામાં 5થી 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, પશ્ચિમ તથા દક્ષિણ-પશ્ચિમી પવન ફૂંકાવાની પણ સંભાવના છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર