વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે - સૌરાષ્ટ્રને 2 હજાર કરોડનાં કામોની ભેટ

ગુરુવાર, 27 જુલાઈ 2023 (08:03 IST)
વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે-  PM મોદી  તેમના  ડ્રિમ પ્રોજેક્ટ એવા હિરાસર ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનુ લોકાપર્ણા કરવા ગુજરાતની મુલાકાતે છે. પીએમ મોદી તેના બે દિવસના પ્રવાસમાં રાજકોટના એરપોર્ટનું લોકાર્પણ કરશે અને સેમિકોન ઇન્ડિયાની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. જે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે  28 થી 30 જુલાઈ સુધી ચાલશે.

રાજકોટમાં ટ્રાફિકનું યોગ્ય નિયમન કરી શકાય એ માટે વિકાસના રાજમાર્ગ સમા કાલાવડ રોડ ઉપર અંદાજિત રૂ.129.53 કરોડના ખર્ચે નિર્માણ પામેલા શહેરના પ્રથમ મલ્ટિલેવલ સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે  થશે

 
3.30 વાગ્યે હીરાસર એરપોર્ટનું લોકાર્પણ કરશે
 
વડાપ્રધાનનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
3.10 વાગ્યે હીરાસર એરપોર્ટ પર આગમન
3.15 વાગ્યે બાય રોડ ટર્મિનલ બિલ્ડિંગ પર પહોંચશે
3.15થી 3.30 વાગ્યા સુધી એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનું નિરીક્ષણ કરી લોકાર્પણ કરશે
3.40 વાગ્યે ટર્મિનલ બિલ્ડિંગથી બાય રોડ એમ.આઇ-17 હેલિકોપ્ટર પર પહોંચશે
3.45 વાગ્યે હીરાસર એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ પર આવવા રવાના થશે
4.05 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર આગમન
4.10 વાગ્યે રાજકોટ એરપોર્ટથી બાય રોડ રેસકોર્સ સભા-સ્થળે પહોંચવા રવાના થશે
4.15 વાગ્યે રેસકોર્સ સભા-સ્થળ પર આગમન
4.15થી 5.30 વાગ્યા સુધી રેસકોર્સ ગ્રાઉન્ડમાં સભા સંબોધશે
5.30 વાગ્યે રેસકોર્સ ગ્રાઉન્ડથી રાજકોટ એરપોર્ટ પર જવા રવાના થશે
5.40 વાગ્યે રાજકોટથી બોઈંગમાં રવાના થઈ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર