અમદાવાદ મહાનગરપાલિકાને આજે નવા મેયર અને પદાધિકારીઓ મળ્યા છે. અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઇ રહી છે ત્યારે અમદાવાદના નવા મેયરની આજે વરણી થઇ છે. શાહીબાગના કોર્પોરેટર પ્રતિભા જૈન અમદાવાદના નવા મેયર તરીકે નિયુક્ત થયા છે. હાલ તેઓ મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન છે. જ્યારે નવા ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની વરણી કરવામાં આવી છે.
અમદાવાદના નવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરેમન તરીકે દેવાંગ દાણીની નિમણૂકને મંજૂરી અપાઇ છે.અમદાવાદ ઉપરાંત વડોદરાના નવા મેયર તરીકે પિંકી સોનીની વરણી કરવામાં આવી છે. આ સાથે નવા ડે. મેયર ચિરાગ બારોટની નિયુક્તિ થઇ છે. આવતીકાલે સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરના નવા મેયરઓની જાહેરાત થઇ શકે છે.ભાજપ કાર્યાલય ખાતે ચોથા મહિલા મેયર તરીકે પિન્કીબેન સોની, ડેપ્યુટી મેયર પદે ચિરાગ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ પ્રદેશ ડોક્ટર શીતલ મિસ્ત્રી ભાજપ પક્ષના કોર્પોરેશનના નેતા પદે. મનોજ પટેલ જ્યારે પક્ષના દંડક તરીકે. નિયુક્ત કરવાની જાહેરાત બાકી રાખી છે.
ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે ચાર હોદ્દેદારોની નિમણૂકની જાહેરાત બાદ તમામ કોર્પોરેટરો 11:00 વાગ્યે કોર્પોરેશનની સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં કોંગ્રેસે પ્રણાલીકા મુજબ કોઈપણ ઉમેદવાર ઉભો નહીં રાખતા પાંચ હોદ્દેદારની સર્વનું મતે નિયુક્તિ થઈ હતી.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે ડો.શીતલ મિસ્ત્રીની નિયુક્તિની સાથે સાથે અન્ય 11 સભ્યોની પણ નિયુક્તિ કરવામાં આવી છે જેમાં ભાણજી પટેલ, રાકેશ શાહ, તેજલ વ્યાસ, બંદીશ શાહ, મીનાબા ચૈહાણ, નીતીન દોગા, જાગૃતી કાકા, રીટા સીંઘ, ધનશ્યામ સોલંકી, કેતન પટેલ, હેમિષા ઠક્કરનો સમાવેશ થાય છે.