હાઈસિક્યુરીટી નંબર પ્લેટને લઈ આવ્યો મહત્વનો નિર્ણય
બુધવાર, 21 નવેમ્બર 2018 (15:08 IST)
કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરેલ જોગવાઈ અનુસાર વાહનો પર હાઈસિક્યુરીટી નંબર પ્લેટ લગાવવી ફરજીયાત કરેલ હોય અગાઉ રાજ્યના જુના વાહનોમાં હાઈસિક્યુરીટી રજીસ્ટ્રેશ નંબર લગાવવા માટેની આખરી તા.31-08-2018 જાહેર કરવામાં આવી હતી, જે સંદર્ભે હાઈસિક્યુરીટી રજીસ્ટ્રેશન નંબર લગાવવા માટે આર.ટી.ઓ., એ.આર.ટી.ઓ.માં વધુ પડતા ધસારાના અનુસંધાને તેમજ જનતાની વધુ સગવડતાને ધ્યાને લઈ હાઈસિક્યુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવાની મુદ્દતમાં વધારો કરી આખરી મુદ્દત તા.31-12-2018 કરવામાં આવી હતી.
અમદાવાદ શહેર સહિત રાજ્યભરનાં વાહનોમાં જૂની નંબર પ્લેટના બદલે હવે હાઇ સિકયોરિટી નંબર પ્લેટ (એચએસઆરપી) ફરજિયાત લગાવવા માટેની સરકારે મુદત વધારી હોવા છતાં વાહન માલિકોની મુશ્કેલીનો અંત આવ્યો નથી ત્યારે હાઈસિક્યુરીટી નંબર પ્લેટને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે HSRP નંબર પ્લેટ લગાવવા નહીં જવુ પડે RTO. જીહા, હવે RTO કર્મચારીઓ તમારી સોસાયટીમાં આવીને જ તમારા વાહનમાં HSRP નંબર પ્લેટ લગાવી જશે.
હવે આરટીઓ કર્મચારી કમારી સોસાયટીમાં આવીને નંબર પ્લેટ તમારા વાહનમાં લગાવી જશે, આ માટે તમારે સોસાયટી વતી RTO કર્મચારીઓને બોલાવવા માટે RTOમાં એક લેટર આપવો પડશે, જેમા તમારે વાહનોની સંખ્યા અને તમારી સોસાયટીનું સરનામું જણાવવું પડશે. જેને ધ્યાનમાં લઇ આરટીઓ કર્મચારી તમારી સોયાયટીએ પહોંચી તમારા વાહનોમાં નંબર પ્લેટ લગાવી જશે.