ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી, દરિયામાં કરંટ હોવાના કારણે 5 દિવસ સુધી માછીમારોને દરિયામાં ન ઊતરવા માટે ચેતવણી

શુક્રવાર, 4 ઑગસ્ટ 2023 (09:05 IST)
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ રાજ્યમાં પાંચ દિવસમાં ભારે વરસાદી વાતાવરણ ન હોવાની શક્યતાઓ જણાઈ રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ-ગાંધીનગર સહિત આસપાસના ગામડાઓમાં પણ 5 દિવસ સામાન્ય વરસાદ રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે, દરિયામાં કરંટ હોવાના કારણે 5 દિવસ સુધી માછીમારોને દરિયામાં ન ઊતરવા માટે ચેતવણી આપવામાં આવી છે
 
સ્થાનિક હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં છૂટછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ હવામાન વિભાગે કચ્છમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરી છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર